14 વર્ષમાં એક વખત ખીલે છે આ ફૂલ, જે તેને ખીલતા જોવે તેની દરેક ઈચ્છા થાય છે પૂર્ણ

Featured

પ્રકૃતિ થી જોડાયેલી તમામ વસ્તુઓ ખૂબ જ સુંદર હોય છે, પછી ભલે તે નદી હોય કે તળાવ, ફૂલ-છોડ હોય કે ઝાડ આ બધી વસ્તુઓ માત્ર આકર્ષક જ નહીં પરંતુ એવા અનેક ગુણોથી ભરેલી હોય છે જે માનવ હિત માટે ઘણી ઉપયોગી હોય છે. તેમની કેટલીક વ્સ્તુઓમાંતો સંપૂર્ણ દૈવી શક્તિઓ હોવાનું પણ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પીપળા અને કેળના ઝાડને દૈવી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે, નદીઓમાં તો લગભગ બધી નદીને પવિત્ર માનવામાં આવે છે, ફૂલોની વાત કરીએ તો વિશ્વમાં એક એવું ફૂલ છે જેના વિષે લોકો ભલે વધારે જાણતા નથી, પરંતુ તેની અદ્દભુદ શક્તિઓ તેને બીજા ફૂલો કરતા ઘણું અલગ બનાવે છે.

બ્રહ્મ કમલ

આ ફૂલને બ્રહ્માંડના સર્જક ભગવાન બ્રહ્માનું ફૂલ માનવામાં આવે છે. હિમાલયની ઉંચાઈએ જોવા મળતું આ ફૂલ તેનું અલગ પૌરાણિક મહત્વ પણ ધરાવે છે. આ ફૂલ વિશે, એવું પણ માનવામાં આવે છે કે તે કોઈ પણ માણસની ઇચ્છાઓને પૂર્ણ કરી શકે છે. આ કમળ સફેદ રંગનું હોય છે જે જોવામાં ખરેખર ઘણું આકર્ષક હોય છે, આ ફૂલ ઘણી પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે.

પૌરાણિક માન્યતાઓ

બ્રહ્મ કમળને લગતી ઘણી પૌરાણિક માન્યતાઓ પણ છે, જેમાંની એક માન્યતા અનુસાર જે કમલ ઉપર આ સૃષ્ટિને બનાવવા વાળા બ્રહ્માજી બેઠેલા છે તે ફૂલનું નામ બ્રહ્મ કમલ છે, આ ફૂલ માંથીજ સૃષ્ટિના સર્જક બ્રહ્માજીનો જન્મ થયો હતો. એવું પણ માનવામાં આવે છે કે પૃથ્વી ઉપરનું આ એક એવું ફૂલ છે જેની પાંદડીઓમાંથી અમૃતના ટીપા પડતા હોય છે. આ ફૂલ મોટાભાગે ઉત્તરાખંડ ના પર્વતો ઉપર જોવા મળે છે. બ્રહા કમલ ફક્ત જુલાઇ-ઓગસ્ટના સમયમાં જ ખીલતું જોવા મળે છે. ઉત્તરાખંડ સિવાય તમે આ ફૂલને હિમાલય, ઉત્તર બર્મા અને દક્ષિણ-પશ્ચિમ ચીનમાં જોઈ શકો છો.

આ ચમત્કારિક ફૂલ ને ઉત્તરાખંડના પ્રખ્યાત મંદિર કેદારનાથ અને બદ્રીનાથ ના ભગવાનના ચરણોમાં ચઢાવવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે તમે આ ફૂલને પર્વતીય પ્રદેશ માં 11 હજારથી 17 હજાર ફૂટની ઉંચાઈ પર બરફના ખડકો ઉપર ખીલતા જોઈ શકો છો. તેનો ખીલવાનો સમય પણ દિવસનો નહીં પરંતુ રાત્રિનો હોય છે. ઘણી માન્યતાઓ પ્રમાણે જે કોઈ તેને ખીલતા જોવે છે તે ઘણું ભગ્યશાળી વ્યક્તિ હોય છે.

ફૂલમાંથી પડે છે અમૃતના ટીપાં, જેનાથી આ રોગ થાય છે સમાપ્ત

હિમાલયના મંદિરોમાં આ ચમત્કારિક ફૂલને મંદિરોમાં ચઢાવવાની એક અલગ પરંપરા છે. અડધી રાતે આ ફૂલોના ખીલવાની સાથે ત્યાંના નજીકના રહેવાસીઓ તે ફૂલને તોડી નાખે છે અને તેને અલગ કોથળીઓમાં ભરી 10-20 રૂપિયામાં મંદિરોની બહાર ની જગ્યાએ જઈને ત્યાં આવતા લોકોને વેચી દે છે. આ ફૂલનો ઉપયોગ શરદી થી લઈને કેન્સર જેવા ખતરનાક રોગોને દૂર કરવા માટે પણ થઈ શકે છે. વેદો અનુસાર, આ ફૂલની પાંદડીઓમાંથી ટપકતું પાણી ને અમૃત જેવું હોય છે. જો આ ફૂલનો અર્ક બીમાર વ્યક્તિને આપવામાં આવે તો તે જલ્દીથી સજા થઇ શકે આવે છે. જો કોઈને પિત્તાશયમાં(લીવરમાં) કોઈ ચેપ હોય, તો તે વ્યક્તિએ આ ફૂલનો ઉપયોગ જરૂર કરવો જોઈએ.

આ કમલ દરેક વ્યક્તિની કોઈની પણ ઈચ્છાને પૂર્ણ કરી શકે છે

આ કમળ સાથે જોડાયેલી એક ખુબજ પ્રખ્યાત માન્યતા પ્રમાણે જે પણ વ્યક્તિ આ ફૂલને ખીલતું જુએ છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ ફૂલને ખીલેલું જોવું એ પણ સરળ કામ નથી. કારણ કે આ ફૂલ મોડી રાત્રે ખીલે છે અને થોડા કલાકો સુધી જ તેની અસર રહે છે. આ ફૂલ 14 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે, જેના કારણે તેના દર્શન અત્યંત દુર્લભ છે.

Leave a Reply

Your email address will not be published.