ખરેખર સલામ છે દીકરીની હિંમતને: આ 14 વર્ષની દીકરીએ બચાવ્યો અઢી વર્ષની માસૂમ દીકરીનો જીવ…

Story

આજે પણ ઘણા એવા લોકો છે કે જે બીજા લોકોની મદદ કરીને માનવતા મહેકાવે છે. આજે અમે તમને એક એવી જ દીકરી વિષે જણાવીશું કે જેની ઉંમર તો ખુબજ નાની છે પણ પોતાની સુજ બુજથી આજે તેને એક બાળકનો જીવ બચાવ્યો.

આજે દરેક જગ્યાએ આ દીકરીની પ્રશન્શા થઇ રહી છે. આ દીકરીનું નામ કશિશ કુમારી છે અને તે ૯ માં ધોરણમાં અભ્યાસ કરે છે.કશિશ રાતના ૯ વાગ્યાની આસપાસ પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે તેને લાગ્યું કે કોઈ તેની પાછળ આવે છે.

તેને પાછળ ફળીને જોયું તો એક નાની દીકરી તેની પાછળ ચાલીને આવી રહી હતી. તેને થયું કે અહીં કોઈ આજુ બાજુ કોઈની દીકરી હશે તો તેને બહુ ધ્યાન આપ્યું નહિ પણ તે દીકરી કશિશની પાછળ ચાલતી ચાલતી તેના ઘર સુધી પહોંચી ગઈ.

ત્યારે કશિશને લાગ્યું કે આ દીકરી તેના પરિવારથી વિખુટી પડી ગઈ છે. કશિશે આજુ બાજુ ઉભેલા લોકોને પૂછ્યું કે આ કોની દીકરી છે કોઈ તેને ઓળખે છે. પણ કોઈએ તેને જવાબ નહિ આપ્યો.

રાત નો સમય હતો દીકરી સાથે કઈ ખોટું ના થઇ જાય અને તેની સલામતી માટે કશિશે તેને પોતાના ઘરે જ રાખવાની નક્કી કરી અને તે દીકરીને પોતાના ઘરે લઇ ગઈ.૨૪ કલાક સુધી કશિશે તેમનું ખુબજ ધ્યાન રાખ્યું અને પછી પોલીસની મદદથી વખુટી પડી ગયેલી દીકરીનું તેના માતા પિતા સાથે મિલાન કરાવ્યું.

માતા પિતાએ કશિશનો ખુબજ આભાર માન્યો. જો તે ના હોત તો આજે તેમની દીકરી તેમની પાસે ના હોત. તેના અ કામ બદલ કશિશને ૨૫ હજાર રૂપિયા અને પોલીસ દ્વારા તેને સન્માનિત કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *