3 કરોડની કારને જાતે બોમ્બથી ઉડાવી દીધી, કાર બ્લાસ્ટથી કરોડો કમાવવાનો પ્લાન છે.

ajab gajab

એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકો તેમની મોંઘી કારને ખૂબજ સારી રીતે રાખે છે, તેઓ તેને લિસોટા પણ પડવા નથી દેતા. પરંતુ એક વ્યક્તિએ પોતાની 3 કરોડની કિંમતની લેમ્બોર્ગિની હુરાકન કારને ચમકાવીને બોમ્બથી ઉડાવી દીધી. આ વ્યક્તિ કોઈ પાગલ કે નશામાં નહોતો પણ તેણે આ કામ પુરા હોશ ભાનમાં કર્યું છે અને તેની યોજના તેમાંથી કરોડો રૂપિયા કમાવવાની છે. ચાલો તમને વિગતવાર જણાવીએ..

તાજેતરમાં, એક વ્યક્તિએ તેની કરોડો રૂપિયાની લેમ્બોર્ગિની હુરાકન કારને ઉડાવી દીધી હતી, એટલું જ નહીં, તેણે તેનું ફોટોશૂટ પણ કરાવ્યું. હવે તમારા મનમાં આ સવાલ ઉઠતો હશે કે તે વ્યક્તિએ પોતાની કરોડોની કિંમતની કારને બોમ્બથી કેમ ઉડાવી દીધી, તેની પાછળ સુ કારણ હતું અથવા તો શુ હેતુ હતો.

તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ હવે પોતાની કારના અવશેષોને NFT તરીકે વેચવા જઈ રહ્યો છે, જેનાથી તેને કારની કિંમત કરતા ઘણા વધુ પૈસા મળવાની આશા છે. વાસ્તવમાં પોતાની કારને ઉડાવી દેનાર આ વ્યક્તિ એક કલાકાર છે જે SHLOMS તરીકે ઓળખાય છે.

ફેબ્રુઆરી 2 ના રોજ SHLOMS એ અહેવાલ આપ્યો કે તેણે યુએસમાં અજાણ્યા રણમાં તેની કારને ઉડાવી દીધી હતી. તેણે કહ્યું કે તેણે “ક્રિપ્ટો મૂડીવાદના અતિરેક” વિરુદ્ધ આ પગલું ભર્યું છે. આ કલાકારે જણાવ્યું કે તેની કારની કિંમત 3 કરોડથી વધુ છે.

કાર બોમ્બ ધડાકાનો વીડિયો પણ જુઓ

કારના અવશેષો NFT તરીકે વેચવામાં આવશે
એક અહેવાલ અનુસાર, આ સપ્તાહના અંતમાં યોજાનારી હરાજીમાં લેમ્બોર્ગિની હુરાકનના બળેલા ટુકડાને NFT તરીકે વેચવામાં આવશે. કારના 888 પીસનો વીડિયો NFT તરીકે વેચવામાં આવશે. SHLOMS એ બળી ગયેલી કારના અવશેષોને 888 NFT માં ફેરવી દીધા છે. જો કે, તેના 111 ટુકડાઓ અજાણ્યા ખરીદનાર અને કલાકાર માટે અનામત રાખવામાં આવ્યા છે.

3 કરોડ ફૂંકીને કરોડો કમાવવાની યોજના
આ વ્યક્તિ એનએફટીમાં કારના અવશેષોના વિડિયો વેચીને કરોડો કમાવવાની યોજના ધરાવે છે. આ વ્યક્તિએ કહ્યું કે કારમાં વિસ્ફોટ થયાના 2 અઠવાડિયા પહેલા તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિસ્ફોટ માટે 100 લાઇસન્સ પ્રાપ્ત ઇજનેરોની ટીમને બોલાવવામાં આવી જેણે વિસ્ફોટ અને NFT આર્કાઇવ બનાવવામાં મદદ કરી. સમગ્ર પ્રક્રિયા લોજિસ્ટિક્સ, ઓન-સાઇટ કેમેરા વર્ક, પ્રોડક્શન આસિસ્ટન્ટ્સ અને બધી વસ્તુ પર ખુબજ જીણવટથી ધ્યાન આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *