અજબ-ગજબ: પતિને છૂટાછેડા આપીને આ મહિલાએ કર્યા સસરા સાથે લગ્ન…

News

પહેલા લગ્ન પછી મનદુઃખ થતા કે કોઈ અન્ય કારણસર છૂટાછેડા લીધા પછી લોકો બીજા લગ્ન કરીને ફરીવાર તેઓ ઘર વસાવે છે. અમેરિકાના કેન્ટુકીમાં રહેતી 31 વર્ષની એરિકા ક્વિગ્લે પણ આવું જ કર્યું, પરંતુ તેણે કોઈ બીજા સાથે નહીં, પણ પોતાના સાવકા સસરાને જીવનસાથી બનાવ્યો હતો. ક્વિગ્લના પોતાના પતિ જસ્ટિન ટૉવેલથી છૂટાછેડા થઈ ગયા હતા, ત્યાર બાદ તેણે તેના 60 વર્ષીય સાવકા સસરા સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા.

જાણવા મળતી માહિતી અનુસાર, એરિકા ક્વિગ્લના 19 વર્ષની ઉંમરમાં એક સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતા જસ્ટિન ટૉવેલ સાથે લગ્ન થયા હતા. બંનેને એક બાળક પણ થયું હતું, પરંતુ મનમેળ ન થવાને કારણે 2011થી સંબંધોમાં દુરી આવી ગઈ હતી. આ દરમિયાન એરિકાના સાવકા સસરા જેફ સાથે એરિકાની નિકટ વધી ગઈ હતી. 2017માં જ્યારે એરિકા અને જસ્ટિનના છૂટાછેડા થયા, ત્યારે સાવકા સસરાએ એરિકાની સામે તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. થોડા સમય સુધી એરિકાએ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં, પરંતુ થોડા સમય પછી તેણે હા પાડી દિધી હતી.

ઉંમરમાં 29 વર્ષનો તફાવત હોવા છતાં બંને આજે પતિ-પત્ની તરીકે પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે. લગ્નના એક વર્ષની અંદર એરિકા ક્વિગ્લે એક પુત્રીને જન્મ આપ્યો. હવે બંને બાળકો પોતાની માતાની સાથે રહે છે. તેના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરતાં એરિકાએ કહ્યું હતું કે હું પૂર્વ પતિ જસ્ટિનની બહેનના માધ્યમથી જેફને ઓળખતી હતી. જ્યારે મારા માટે મુશ્કેલ સમય હતો ત્યારે જેફે મને ટેકો આપ્યો હતો, ત્યારે મેં વિચાર્યું કે અમારી જોડી સારી રહેશે.

એરિકા ક્વિગ્લે કહ્યું હતું કે જેફનું હૃદય હજી યુવાન છે, જ્યારે મારી ઉંમર તેના કરતાં વધારે દેખાય છે. એરિકાના પહેલા પતિ જસ્ટિને પણ બીજા લગ્ન કરી લીધા છે અને બંનેની પાસે તેમના પહેલા પુત્રની કસ્ટડી પણ છે. આ બંને પરિવાર નજીકમાં જ અલગ અલગ ઘરોમાં રહે છે. મહિલાના પહેલા પતિ જસ્ટિને કહ્યું હતું કે અમારી વચ્ચે હવે બધું સારું છે. હવે અમારી વચ્ચે કોઈ જાતની નફરત નથી. અમે અમારા પુત્ર વિશે વાત કરીએ છીએ અને અમારા જીવનની સાથે આગળ વધી રહ્યા છીએ.

બીજી તરફ, સસરાથી એરિકાના પતિ બનેલા જેફે કહ્યું હતું કે તેને એરિકામાં પોતાની પહેલી પત્ની દેખાય છે. અમે બંને એકબીજાની સાથે ખુશ છીએ અને દરેક ક્ષણનો આનંદ માણી રહ્યા છીએ. અમે ક્યારે પણ ઉંમરના તફાવત પર ધ્યાન નથી આપ્યું, અમે અમારા નિર્ણયથી ખુશ છીએ. એરિકાને વિન્ટેજ ફેશન શોમાં જવાનો શોખ હતો અને આ પ્રકારના શોને હોસ્ટ કરતો હતો. આ દરમિયાન બંનેને એકબીજાને નજીકથી જાણવાની તક મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *