તમિલનાડુની પાસે કોઇમ્બતુરમાં એક ગરીબ ખેડૂત પરિવારના ઘરે જન્મેલા આ વ્યક્તિનું નામ ડો.વેલુમની અરોક્યાસ્વામી છે. કોઈએ વિચાર્યું પણ ના હોય કે તેમની ગણતરી આજે દેશના સફળ ઉદ્યોગપતિમાં થશે. પિતાની હાલત એટલી ખરાબ થઇ ગઈ કે તેણે ઘરની જવાબદારી પણ ગુમાવી દીધી. આ ઘરની જવાબદારીમાં તેમની પત્ની અને ૪ બાળકો હતા. આવી ખરાબ પરિસ્થિતિમાં તેની માં એ ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી. તેમણે ૨ ભેંસ ખરીદી અને તેનું દૂધ વેચવા લાગી. આ ૨ ભેંસના દૂધમાંથી તેને અઠવાડિયે ૫૦ રૂપિયા મળતા હતા અને આ કમાણી ના લીધે તેણે ૧૦ વર્ષ સુધી તેનું ઘર ચલાવ્યું. ઘણા વર્ષો સુધી કરકસર કરીને તેણે ડો.વેલુમની ને કોલેજ ના અભ્યાસ માટે બહાર મોકલવાના હતા.

૧૯ વર્ષની ઉમરે તે ગ્રેજ્યુએટ થઇ ગયા. હવે તે નોકરી મેળવી શકે તેમ હતા. આ સમય એવો હતો કે જ્યાં નોકરીમાં જાણકારી કરતા વધારે અંગ્રેજીની સમજણ વધારે હોવી જરૂરી હતી અને અનુભવી કારીગરની વધારે જરૂર હતી. તેમેને નોકરી તો મળતી ન હતી એટલે છેલ્લે તે કોઇમ્બતુરની જ એક કંપનીમાં કેમિસ્ટ તરીકે તેના કરિયર ની શરૂઆત કરી અને અહિયાં તેને મહીને ૧૫૦ રૂપિયા મળતા હતા.
દુર્ભાગ્યવશ વેલુમની જે કંપની માં કામ કરતા હતા તે કંપની પણ બંધ થવાના એંધાણ પર હતી. આ કંપની બંધ થયાના ૧ મહિના પહેલા જ તેમણે તે નોકરી છોડી હતી અને મુંબઈની ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરમાં નોકરી માટે આવેદન આપ્યું હતું અને તેની અરજી સ્વીકારી લીધી હતી અને તેને ત્યાં કામ મળી ગયું હતું.

અહિયાં તેમને મહિનાના ૮૦૦ રૂપિયા મળતા હતા. પણ વેલુમની આના પહેલા જ્યાં કામ કરતા હતા તેની સરખામણીમાં આ કામ ખુબજ ઓછુ હતું એટલે તેને વધેલા સમયમાં ટ્યુશન કરાવવાનું નક્કી કર્યું. આમાંથી તેમેને ૮૦૦ રૂપિયાની બીજી કમાણી શરુ થઇ ગઈ. આમ ટોટલ ૧૬૦૦ રૂપિયામાંથી તે ૧૨૦૦ તેમની માં ને મોકલતા હતા. તેમણે તેમની માં ને ખોટું કહ્યું હતું કે તેને ૨૦૦૦ રૂપિયાની નોકરી મળી છે કારણકે જો તે ઓછા પૈસાનું કે તો તેની માં તેને ત્યાં દુર રહીને નોકરી કરવાની ના પાડે એટલે.
આવું બધું ૧૫ વર્ષ સુધી ચાલ્યું. હવે વેલુમની ની પીએચડી ની ડીગ્રી પણ પૂરી થઇ ગઈ હતી. હવે તે ડો. વેલુમની થઇ ગયા હતા. તેના પીએચડી દરમ્યાન તેણે એ જાણી લીધું હતું કે થાયરોઇડ ના ક્ષેત્ર માં ટેસ્ટ કરવામાં લોકો ખુબજ પૈસા કમાય છે તો હું પણ એ કરી શકું છુ. વર્ષ ૧૯૯૫ મા તેમણે નોકરી છોડી દીધી અને ૧ લાખ રૂપિયાના પ્રોવિડન્ટ ફંડ માંથી મુંબઈમાં એક ટેસ્ટીંગ લેબ શરુ કરી જેનું નામ થાયરોકેર હતું. થાયરોઇડ ની લેબ નું કામ વધારે આવવાથી તેણે દુનિયાના અલગ-અલગ ભાગમાં પહેલા સેમ્પલ કલેક્શન સેન્ટર ખોલ્યા અને તેનું ટેસ્ટીંગ મુંબઈના સેન્ટ્રલ સેન્ટરમાં થતું હતું.

વર્ષ ૨૦૧૧ મા નવી દિલ્હીમાં આવેલ કંપની સીએક્સ એ થાયરોકેર માં ૩૦% ભાગ ખરીદ્યો જેની કીમત લગભગ ૧૮૮ કરોડ લગાવામાં આવી એટલે કંપની ની ટોટલ વેલ્યુ ૬૦૦ કરોડ રૂપિયા થઇ ગઈ. આના પછી એક પછી એક બધા ઇન્વેસ્ટર આ કંપનીમાં તેના પૈસા રોકવા લાગ્યા. આજની તારીખમાં થાયરોકેર કરોડો નહિ પરંતુ અરબોની કંપની છે અને ડો. વેલુમની અરોક્યાસ્વામી ની સંપતિ ૩૩૦૦ કરોડ કરતા પણ વધારે છે.
આ એજ વ્યક્તિ છે કે જેના ઘરની કમાણી ૫૦ રૂપિયા હતી. તેમની કહાનીમાંથી પ્રેરણા લેવા જેવી છે કે જો તમારી કઠીન મહેનત અને ઈચ્છા ખુબજ પ્રબળ હોય તો આપણે જે ધારીએ તે કરી શકીએ છીએ.