500 year old Ganeshji Maharaj's temple where all your mental work is done by the golden chariot.

500 વર્ષ જૂનું ગણેશજી મહારાજ નું મંદિર જ્યાં સોનાના રથ દ્વારા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરવામાં આવે છે.

Dharma

આપણે ભારતના એક પ્રાચીન મંદિર વિશે વાત કરીશુ જેને ઘણી વાર તોડવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો પરંતુ તે તોડી શકી ન હતા. આ મંદિર પોંડિચેરી છે જેને હવે પુડુચેરી કહેવામા આવે છે. મંદિરનુ નામ માનાકુલા વિનયાગર મંદિર છે. તેમ છતા ઘણા લોકોને લાગે છે કે પુડુચેરી એક એવી જગ્યા છે જ્યા વધુ ચર્ચ હશે પરંતુ વાસ્તવમા તે એવુ સ્થાન છે જ્યા મંદિરોની અછત નથી. આ ગણેશ મંદિર ૫૦૦ વર્ષથી વધુ જૂનુ છે અને એવું કહેવામા આવે છે કે તે આ વિસ્તારનુ સૌથી પ્રાચીન મંદિર છે.

500 year old Ganeshji Maharaj's temple where all your mental work is done by the golden chariot.

એકવાર આ મંદિરની મુલાકાત લઈ શકાય છે. અહી ભક્તો અને પર્યટકો બંનેની ભીડ જોવા મળશે. ગજરાજ પણ અહી તમારું સ્વાગત કરવા ઉભા રહેશે. આ હાથી લોકોને આશીર્વાદ આપે છે. જો કે આ મંદિરમા વર્ષભર ઉત્સવપૂર્ણ વાતાવરણ રહે છે પરંતુ બ્રહ્મહોત્સવ અને ગણેશ ચતુર્થી અહી સૌથી વિશેષ છે.આ તહેવાર ૨૪ દિવસ સુધી ચાલે છે.

આ મંદિરને તોડવાનો ઘણી વાર પ્રયાસ કરવામા આવ્યો હતો. પુડુચેરીમા ફ્રેન્ચ વસાહતની સ્થાપના કરવામા આવી ત્યારે આ મંદિર ૧૬૬૬ ની આસપાસ બનાવવામા આવ્યુ હતુ. લોકવાયકા અનુસાર આ મંદિરને લગતી ઘણી કથાઓ છે. તે સમયે ફ્રેન્ચ અધિકારીઓએ ગણપતિની મજાક ઉડાવતા હતા કે અહી હાથી જેવા દેવતા હાજર છે. એકવાર એક ફ્રેંચ અધિકારીએ આ મંદિરની મૂર્તિ તોડવાનો હુકમ જારી કર્યો અને મૂર્તિને દરિયામા ફેંકી દેવાનુ કહ્યુ.

500 year old Ganeshji Maharaj's temple where all your mental work is done by the golden chariot.

કામદારોએ પણ એવુ જ કર્યું અને જ્યારે તેઓ પાછા આવ્યા અને જોયુ કે મૂર્તિ ત્યા જ હતી. આવુ ફરીથી કરવામા આવ્યુ હતુ અને મૂર્તિ ફરીથી દરિયામાં ફેંકી દેવામા આવી હતી. પણ પાછી તે તેની જગ્યાએ આવીગઈ હતી. આ પછી મૂર્તિ તોડવાની વાત કરવામા આવી હતી પરંતુ જે લોકોએ તેને તોડવાનો પ્રયાસ કર્યો તે લોકોને નુકસાન પહોચ્યુ હતુ. ત્યારથી આ મંદિરની માન્યતા વધી છે. આ પ્રખ્યાત મંદિર લોકોમા લોકપ્રિય છે.

સુવર્ણ રથ અને માન્યતા :- અહી ૭.૫ કિલો સોનાથી બનેલો રથ છે અને જયારે રથ બનાવવામા આવ્યો હતો ત્યારે તેની કિંમત ૩૫ લાખ હતી. આ રથ ૧૦ ફૂટ ઉચો અને ૬ ફૂટ પહોળો છે. તેને લાકડાથી બનાવેલો છે અને કોપર પ્લેટોથી સજ્જ છે અને તેના પર સોનાના રેક્સ છે.

500 year old Ganeshji Maharaj's temple where all your mental work is done by the golden chariot.

આની પ્રથમ ઝલક ૫ ઓક્ટોબર ૨૦૦૩ ના રોજ જોવા મળી હતી અને ત્યારથી એવુ માનવામા આવે છે કે જેણે આ રથને ખેંચ્યો છે તેની ઇચ્છા પૂર્ણ થાય છે. તે ફક્ત દશેરાના દિવસ માટે મંદિરની બહાર કાઢવામા આવે છે. બાકીના દિવસોએ તે મંદિરની અંદર જોઇ શકાય છે.

તેને કોઈપણ ઓછુ લોકપ્રિય પર્યટન સ્થળ ન ગણો. આ મંદિર પ્રાચીન કાળથી અહી સ્થિત છે અને વિદેશી પર્યટકો પણ અહી ભક્તો સાથે આવે છે. અહી પૂર્વ તરફ ગણેશજી છે. તે પુડ્ડુચેરીના પ્રખ્યાત બીચ પ્રોમેનેડ બીચથી માત્ર ૧૦ મિનિટ દૂર છે. દિવાલો પર ગણેશના 40 જુદા જુદા સ્વરૂપો છે. અહી જવા માટે કોઈ પ્રવેશ ફી નથી. મંદિર સવારે ૫.૪૫ કલાકે ખુલશે અને બપોરે 12.૩૦ વાગ્યે બંધ થાય છે. તે પછી સાંજે ૪ વાગ્યે ખુલે છે અને રાત્રે ૯.૩૦ વાગ્યે બંધ થાય છે. આ મંદિરની દિવાલ પર ગણેશના ૪૦ જુદા જુદા સ્વરૂપો છે. તમે અહી શાંતિ અનુભવી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *