EDને મળી સૌથી મોટી સફળતા, ચાઇનીસ કંપની Xiaomiની 5551 કરોડની સંપતિ કરશે જપ્ત

News

ચીની કંપનીઓ અને ખાસ કરીને ચાઈનીઝ મોબાઈલ હેન્ડસેટ કંપનીઓ દ્વારા ભારતમાંથી નાણાં વિદેશમાં ખોટી રીતે મોકલવાના કેસમાં EDને મોટી સફળતા મળી છે. EDએ Xiaomi, Redmi અને Mi બ્રાન્ડ ધરાવતી કંપની શાઓમીની 5551 કરોડની મિલકતને ટાંચમાં લેવાની ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

દેશના ઈતિહાસનો સૌથી મોટો જપ્તીનો આદેશ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે જણાવ્યું હતું કે 29 એપ્રિલે FEMA હેઠળ જપ્તીનો આદેશ જારી કર્યો હતો અને પછી તેને મંજૂરી માટે સક્ષમ અધિકારીને મોકલ્યો હતો, જેને આજે મંજૂર કરવામાં આવ્યો હતો. આ સાથે રૂ. 5551 કરોડની સંપત્તિ ભારતના ઈતિહાસમાં સૌથી મોટી જપ્તી છે.

Xiaomi કંપની પર પણ મની લોન્ડરિંગનો આરોપ છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 30 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે ‘કંપની દ્વારા ગેરકાયદેસર આઉટવર્ડ રેમિટન્સ’ સંબંધિત કેસમાં, ચીની ગેજેટ જાયન્ટ Xiaomi ઇન્ડિયાના ભારતીય યુનિટને રૂ. 5551.27 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. કંપની પર FEMA ઉલ્લંઘન તેમજ મની લોન્ડરિંગનો આરોપ છે.

કંપનીએ રોયલ્ટીની આડમાં 3 વિદેશી સંસ્થાઓને પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
ફેબ્રુઆરી મહિનાથી ગેરકાયદેસર નાણાં મોકલવાની તપાસ શરૂ કરવામાં આવી હતી. કંપનીએ ત્રણ વિદેશી સંસ્થાઓને 5551 કરોડ જેટલું વિદેશી હૂંડિયામણ મોકલ્યું હતું. 3 કંપનીઓમાંથી એક Xiaomi જૂથની કંપની છે. જેમણે રોયલ્ટીની આડમાં આ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત, અન્ય બે યુએસ-આધારિત અસંબંધિત કંપનીઓને મોકલવામાં આવેલા ભંડોળને પણ અંતિમ લાભ માટે, આખરે Xiaomi જૂથમાં જ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, તેમ એજન્સીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *