70ના દાયકાના બોલિવૂડ અભિનેતા અમોલ પાલેકર જેણે એક્શન હીરોની વચ્ચે રહીને સામાન્ય માણસ બનીને દર્શકોના દિલ જીતી લીધા હતા.

Story

ફિલ્મોના હીરો વિશે ઘણા લોકોની એવી કલ્પના હોય છે કે તે હેન્ડસમ, રોમેન્ટિક તેમજ બોડી-બિલ્ડર હોવો જોઈએ.અને તે ફિલ્મોમાં ઝઘડા હોય એવું પણ જોવા મળતું હોય. પરંતુ, બોલિવૂડના કેટલાક એવા કલાકારો હતા જેમણે પોતાની એક્ટિંગથી એ કહેવાનું કામ કર્યું કે હીરો સામાન્ય માણસ પણ હોઈ શકે છે. આવા કલાકારોની વાત કરવામાં આવે તો અમોલ પાલેકરનું નામ સૌથી ઉપર આવે છે. બોલિવૂડનો આ એક્ટર તો એક્શન કે રોમાન્સ અને તેમના ચહેરા પરની સાદગી માટે જાણીતો બન્યો હતો. આવો જાણીએ બોલીવુડ અભિનેતા અમોલ પાલેકર સાથે જોડાયેલી કેટલીક વાતો.

અમોલ પાલેકરનો જન્મ 24 ઓક્ટોબર 1944ના રોજ મુંબઈમાં થયો હતો. તે મરાઠી પરિવારનો છે. તેના પિતા કમલકર પાલેકર પોસ્ટ ઓફિસમાં કામ કરતા હતા અને માતા (સુહાસિની પાલેકર) ખાનગી કંપનીમાં કામ કરતા હતા. સાથે જ તેને ત્રણ બહેનો પણ છે. તેઓ બાળપણથી જ ખૂબ જ સર્જનાત્મક માનસિકતા ધરાવતો હતો. એટલા માટે તેણે શાળા પછી આગળનો અભ્યાસ ફાઇન આર્ટસ (સર જેજે સ્કૂલ ઓફ આર્ટસ) માં કર્યો હતો.

અમોલ પાલેકરની કારકિર્દીની શરૂઆતની વાત કરીએ તો તેઓ લાંબા સમયથી હિન્દી અને મરાઠી થિયેટર સાથે જોડાયેલા હતા. તેમણે 60ના દાયકામાં ઘણા નાટકોનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું હતું. ઘણા થિયેટરોમાં પણ અભિનય પણ કર્યો હતો. તેઓ અવંત ગાર્ડે થિયેટરના જાણીતા નામોમાં તેમનું પણ નામ શામીલ હતું. તે સમયે ઘણા ઓછા લોકો જાણતા હશે કે અમોલ પાલેકર પણ એક કુશળ ચિત્રકાર છે. તેમના ચિત્રોને અનેક પ્રદર્શનોમાં સ્થાન પણ મળ્યું છે.

તેની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે ‘શાંતા! તેણે મરાઠી ફિલ્મ ‘કોર્ટ ચાલુ આહે’ થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી . આ ફિલ્મનું નિર્દેશન સત્યદેવ દુબેએ કર્યું હતું. આ પછી, તેણે 1974 માં બાસુ ચેટરજીની રજનીગંધા માં કામ કર્યું . આ સાથે જ તેણે હિન્દી સિનેમામાં પણ કામ કરવાનું શરુ કર્યું હતું.પછી તેમને ઘણી હિન્દી ફિલ્મો પણ કરી છે જેમ કે છોટી-સી બાત, ગોલ માલ, નરામ-ગરમ, ચિચૌર, બાતો-બાતો મેં, જીવન-ધારા ઘણી બધી ફિલ્મ માં કામ કર્યું હતું. આ સિવાય તેણે ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે.

તેમના કરિયરની ફિલ્મ ‘ગોલ-માલ’એ તેમને ઘણી લોકપ્રિયતા અપાવવાનું કામ કર્યું હતું. આ ફિલ્મે સાબિત કર્યું કે ફિલ્મ એક્શન વિના પણ દર્શકોના દિલ જીતી શકે છે. આ ફિલ્મમાં અમોલ પાલેકર એકદમ સિમ્પલ સ્ટાઇલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં કોમેડી ભરપૂર છે અને પ્રેમ અને લાગણીઓ પણ કોડથી ભરેલી છે.

અમોલ પાલેકર 70ના દાયકાના અભિનેતા છે જેમણે મધ્યમ વર્ગના માણસને ફિલ્મી પાત્ર સાથે જોડ્યા. તેમની સાદગી અને કોમન મેન લુકને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ સિવાય તેમની બોલવાની શૈલી પણ ખુજ અનોખી છે. તે બોલિવૂડનો એવો અભિનેતા બન્યો જેણે એક્શન હીરોમાં સામાન્ય માણસ બનીને દર્શકોનું દિલ જીતી લીધું. અમોલ પાલેકરને ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને 1980માં ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમને ઘણા નેશનલ એવોર્ડ્સ પણ મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *