આ શાળામાં ભણે છે 76 જોડિયા બાળકો, ભૂલ એક કરે છે અને તેની સજા બીજાને મળે છે

ajab gajab

સોશિયલ મીડિયા પર હાલ પંજાબની એક શાળાની ચર્ચા છે. પંજાબની આ શાળામાં દસ, વીસ કે ચાલીસ, પચાસ નહીં પણ 76 જોડિયાં બાળકો અભ્યાસ કરે છે. ઘણીવાર મસ્તી કોઈ એક બાળક કરે છે અને સજા બીજા બાળકને મળી જાય છે. તો કેવી છે અનોખાં જોડિયા બાળકોની શાળા જુઓ આ અહેવાલોમાં…

વીડિયોમાં દેખાતું દ્રશ્ય એકનજરમાં તમને સામાન્ય લાગશે પણ આ વીડિયોને તમે ધ્યાનથી જોશો તો વીડિયોમાં તમને બાળકો એકજેવા દેખાશે. ફક્ત યૂનિફોર્મમાં જ નહીં પણ આ બાળકોનો રંગરૂપ અને દેખાવ પણ એક જેવો છે. જીં..હાં..આ છે પંજાબના જાલંધરની પુલિસ ડીએવી શાળા. આમ તો આ શાળા બીજી સામાન્ય શાળાઓ જેવી જ છે પણ આ શાળામાં અભ્યાસ કરતાં મોટાભાગના બાળકો જોડિયાં છે. આ શાળામાં 10,20 કે 40,50 નહીં પણ 76 બાળકો જોડિયા છે. જોડિયા બાળકોની ખાસિયત આ શાળાને નવી ઓળખ આપી રહી છે.

આટલા જોડિયા બાળકો જોઈને ઘણીવાર શિક્ષકો પણ મૂંઝવણમાં પડી જાય છે. કેટલીકવાર એવું પણ થઈ જાય છે કે ભૂલ એક બાળક કરે છે અને સજા બીજા બાળકને મળે છે. જ્યારે શાળાના પ્રિન્સીપાલને જોડિયા બાળકો વિશે જાણ થઈ ત્યારે તેમને પણ આશ્રર્ય થયું કે તેમની શાળામાં 70થી વધુ જોડિયા બાળકો અભ્યાસ કરે છે. હવે આ શાળાનું નામ લિમકા બુક ઓફ રેકોર્ડમાં સામેલ કરાવવાની તૈયારી થઈ રહી છે.

જોડિયા બાળકોનો સંસાર ખુબ રસપ્રદ હોય છે. જીવનની આ એકરૂપતા ક્યારેક મદદગાર સાબિત થાય છે તો કેટલીકવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. સોશિયલ મીડિયા પર પંજાબની આ જોડિયા બાળકોની અનોખી શાળાની ચર્ચા છે અને લોકો પણ આ શાળા વિશે જાણીને આશ્રર્ય થઈઓ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *