ઉલ્ટા વહેતા ધોધનું સુંદર દ્રશ્ય, વીડિયો જોયા બાદ લોકોના મનમાં ઉભું થયું સવાલોનું વાવાઝોડું…

ajab gajab Travel

તમે ઘણા બધા ધોધ જોયા હશે. સામાન્ય રીતે ઝરણામાં પાણી ઉપરથી નીચે પડે છે, જે એક આહલાદક નજારો હોય છે, પરંતુ હવે એક એવા ધોધનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પાણી નીચે આવવાની જગ્યાએ પાણી ઉપરની તરફ જઈ રહ્યું છે, તેનું ઉપર તરફ વહેતું પાણી લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ ઝરણાનું પાણી નીચે જવાને બદલે ઉપર જઈ રહ્યું છે.
પાવાગઢમાં માતાના દર્શનની સાથે-સાથે જોવા મળશે ઉટી-મસૂરીના હિલ સ્ટેશનો ભૂલાવે તેવા કુદરતી દ્રશ્યો, જુઓ VIDEO

આ વીડિયો જોયા પછી ઘણા લોકો સવાલ પૂછી રહ્યા છે કે આ ધોધ ક્યાં છે અને ઝરણાનું પાણી ઉપરની તરફ કેમ જઈ રહ્યું છે? તો આ ધોધ મુંબઈથી 165 કિમી પૂર્વમાં નાનેઘાટમાં આવેલો છે. નાનેઘાટમાં જોરદાર પવન ફૂંકાય છે, જેના કારણે ઝરણાનું પાણી નીચેને બદલે ઉપર તરફ જાય છે.
નર્મદાના ઘસમસતા પ્રવાહમાં રાજપીપળા ખાતે આવેલ તલકેશ્વર મહાદેવ મંદિરની જલાસમાધિ, કેમેરામાં કેદ થયો VIDEO

આ ધોધની મુલાકાત લેવા માટે ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ નાનેઘાટની મુલાકાત લે છે. ઊંધો વહેતો ધોધનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને આ ઝરણું લોકોનું મનમોહી રહ્યું છે.
ગુજરાતમાં લગ્ન પહેલા વર્જિનીટીનું ઓપરેશન કરાવવાનું ચલણ વધ્યું, વધુ ઉંમરની મહિલાઓ પણ પતિને લગ્નની વર્ષગાંઠ પર ગિફ્ટ આપવા કરાવે છે વર્જિનીટી સર્જરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *