ગુજરાતની એક ડેરી જે કરી રહી છે બકરીના દૂધ નું વહેંચાણ, મહાત્મા ગાંધી પણ બકરીનું દૂધ પીતા…

Health

સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારક એવા બકરીના દૂધને પેકિંગ કરીને વહેંચવાનો પ્રયાસ રાજ્યની એકમાત્ર પંચમહાલ ડેરી કરી રહી છે. બકરીનું પાલન કરતાં હજારો પરિવારોને આર્થિક રીતે સ્વનિર્ભર કરવા માટે આ નિર્ણય લેવામાં આયો છે. બકરીનું દૂધ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ પીતા હતા. બકરીના દૂધ પાછળ સ્વાસ્થ્ય તો સારું રહે છે. બકરીનું પાલન કરનાર સમાજના સૌથી પછાત વર્ગ છે. એટલે તેમને સ્વનિર્ભર થવામાં મદદ મળે છે. આ ઉપરાંત બકરીનું દૂધ જો લોકો પીવા લાગે તો બકરીને મારીને તેનું માંસ ખાવાની પ્રવૃત્તિ પણ ઓછી થઇ જાય.

પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે જણાવ્યું છે કે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાની જીવાદોરી સમાન આ ડેરીએ બકરી રાખતા પશુપાલકોની તરફેણમાં એક નિર્ણય કર્યો છે, જે પ્રમાણે આ પશુપાલકો પાસેથી બકરીનું દૂધ ડેરીમાં લાવીને તેને પેકિંગ કરીને વહેંચવામાં આવશે. બકરીના પશુપાલકોને પણ ગાય અને ભેંસના દૂધની જેમ બકરીના દૂધના રૂપિયા 10 દિવસે ચૂકવવામાં આવશે.

બકરીના દૂધની બજારમાં માંગ છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગાય કરતાં પણ બકરીનું દૂધ વધારે ગુણકારી ગણવામાં આવે છે. આ રિસર્ચ અનુસાર બકરીનું દૂધ પ્રીબાયોટિક અને એંટી ઈનફેક્શન ગુણ ધરાવે છે. આ ગુણના કારણે તે બાળકોને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ઈનફેકશનથી બચાવે છે.

બકરીના દૂધમાં પ્રીબાયોટિક પણ હોય છે જે આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે અને નુકશાન કરનારા બેક્ટેરિયાથી રક્ષણ આપે છે. રિચર્ચ અનુસાર આ દૂધમાં કુદરતી રીતે જ 14 પ્રીબાયોટિક હોય છે જેમાંથી 5 એવા હોય છે જે બાળકના જન્મ બાદ માતાના દૂધમાં જોવા મળે છે.

  • એગ્લૂટિનિન નામનું કંપાઉંડ નથી હોતું. તેના કારણે દૂધમાં ચરબી નથી ઉત્પન થતી. ગાયના દૂધમાં આ તત્વ જોવા મળે છે.
  • દૂધમાં ફૈટ પાર્ટિકલ હોય છે જેમાં ઉપલબ્ધ પ્રોટીન નાના બાળકોમાં થતી દૂધની ઉલટી કરવાની સમસ્યા દૂર કરે છે.
  • ગાયના દૂધની સરખામણીમાં બકરીના દૂધમાં એવા તત્વ નથી હોતા જે એલર્જી વધારે. આ દૂધમાં લેક્ટોસનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.
  • મગજની ક્ષમતા વધારતા સન્યુગ્મ લિનોલિક એસિડ પણ હોય છે.
  • આ દૂધ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. બકરીના દૂધમાં પોટેશિયમનું સ્તર વધારે હોય છે જે બ્લડ પ્રેશરને ઘટાડે છે અને વધવાથી અટકાવે છે. બકરીના દૂધમાં સેલેનિયમ નામનું મિનરલ હોય છે.
  • રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ડોક્ટર બાળકોને બકરીનું દૂધ પીવડાવવાની સલાહ વધારે આપે છે. બકરીના દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ પણ વધારે હોય છે તેથી હાડકા પણ મજબૂત થાય છે.
  • આંતરડામાં સોજો આવતો નથી. રોજ એક ગ્લાસ આ દૂધ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *