મધ્યાહન ભોજનમાં ગરોળી જોવા મળી, શિક્ષકે કહ્યું, શાંતિથી ખાઓ, રીંગણ છે; 200 વિદ્યાર્થીઓ બીમાર, શિક્ષકે તેમને બળજબરીથી ખવડાવ્યું

News

ભાગલપુરમાં મિડ-ડે-મીલ ખાધા પછી 200 બાળક બીમાર થયાં. છોકરાઓએ જમવામાં ગરોળી મળ્યાની ફરિયાદ કરી હતી, આમ છતાં શિક્ષકે માર મારીને ખાવાનું ખવડાવ્યું. એક વિદ્યાર્થીની થાળીમાં ગરોળી હતી. જેવો જ તેણે એક કોળિયો ખાધો ગરોળી દેખાઈ. આની ફરિયાદ કરી તો વિદ્યાર્થીને જ ઠપકો આપ્યો. બધા વિદ્યાર્થીઓને જમવા કહ્યું. ત્યાર પછી બધાને ઊલટી થવા લાગી

ઘટના નવાગચિયા બ્લોકના મદત્તપુર ગામની મિડલ સ્કૂલનો છે. મદત્તપુર મધ્ય વિદ્યાલયમાં ગુરુવારે મધ્યાહન ભોજન લીધા પછી 200 વિદ્યાર્થી બીમાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો શાળાએ પહોંચ્યા. ત્યાર પછી તમામને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તમામનો ઈલાજ થયો. હાલ બધા વિદ્યાર્થીઓ જોખમથી બહાર છે.

માર મારી શિક્ષકે વિદ્યાર્થીઓને ખવડાવ્યું
વર્ગ 6ની વિદ્યાર્થિની શિવાની કુમારીએ જણાવ્યું હતું કે ગુરુવારે મધ્યાહન ભોજનમાં જમવાનું પીરસવામાં આવ્યું હતું. આ દરમિયાન આયુષ નામના વિદ્યાર્થીની થાળીમાં ગરોળી મળી. આની વિદ્યાર્થીઓએ શિક્ષકને ફરિયાદ કરી. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ત્યાં હાજર શિક્ષક ચિતરંજને થાળીમાંથી ગરોળી કાઢી છોકરાઓને ઠપકો આપી ખાવાનું કહ્યું.

વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે આરોપી શિક્ષકે કહ્યું, જમવું હોય તો જમો, નહિતર ઘરે જતા રહો. આ પછી પણ વિદ્યાર્થીઓ ખાતા ન હતા, તો બળજબરીપૂર્વક માર મારીને ખવડાવ્યું. ત્યાર પછી બધાની તબિયત લથડી.

પ્રિન્સિપાલે કહ્યું- ગરોળી નથી, આ રીંગણની દાંડી છે
આ મામલે શાળાના પ્રિન્સિપાલે કહ્યું હતું કે જમવામાં ગરોળી નહોતી. મેનુમાં ભાત, દાળ, બટાટા-રીંગણનું શાક હતું. જમવામાં રીંગણની દાંડી જોવા મળી હતી. અહીં ઘટનાની જાણ થતાં જ એસડીઓ, એસડીપીઓ, બીડીઓ સહિત અનેક અધિકારીઓ નવાગચિયા સબ-ડિવિઝનલ હોસ્પિટલ પહોંચ્યા હતા. એજ્યુકેશન ઓફિસર વિજય કુમાર ઝાએ જણાવ્યું હતું કે બાળકો બીમાર હોવાની માહિતી મળી છે, જેને કારણે બાળક બીમાર પડ્યાં, તેની તપાસ કરવામાં આવશે. આ પછી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

MDM ખાવાથી શાળાનાં 50 બાળકો બીમાર
ભોજપુરમાં, મધ્યાહન ભોજન કરતાં ઉત્ક્રમિત મધ્ય વિદ્યાલયમાં 50 બાળકો બીમાર પડ્યાં. સોમવારે તમામ બાળકોએ શાળામાં ખાવાનું ખાધું હતું. આ પછી રાત પડતાં જ એક-બે બાળકોની તબિયત લથડવા લાગી. મંગળવાર સવારથી એક પછી એક 50 બાળકો બીમાર પડ્યાં હતાં. તમામને સારવાર માટે પીરો રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.