પોતાના આલીશાન વૈભવી ઘર અને હવેલીમાં રહેતો એક વ્યક્તિ એટલો અસ્વસ્થ થવા લાગ્યો કે તે ઘર ખાલી કરીને બીજે રહેવા જતો રહ્યો. 26 હજાર સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવેલુ આલીશાન વૈભવી ઘરમાં સુવિધાની દરેક વસ્તુ હતી પરંતુ આ બધી વસ્તુઓ છોડીને તેનો માલિક એક નાનકડા ઘરમાં રહેવા જતો રહ્યો હતો.
યુ.એસ.માં આવેલું સફેદ ભવ્ય ઘરમાં સિનેમા એક ઇન્ડોર પૂલ, એક જિમ, એક પુસ્તકાલય અને એક ભવ્ય વળાંકવાળી સીડી પણ છે ચિત્રોમાં એક વિશાળ સફેદ સગડી અને તેમની બાજુમાં બે સફેદ પથ્થરના કૂતરા પણ દેખાઈ રહ્યા છે. આ હવેલીમાં દરેક રૂમમાં ઝુમ્મર અને સીલિંગ સ્પોટલાઇટ્સ છે.
ફેસબુક પર ભવ્ય ઘરનો પૂર્ણ ઈતિહાસ આપતા ઓક્લાહોમાના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે આ 26,000 ચોરસ ફૂટનું ઘર એક સમયે ખૂબ જ શ્રીમંત પરિવારની માલિકીનું હતું જેમણે એક દિવસ નક્કી કર્યું કે આ ઘરમાં તેમને હવે રહેવાની મજા નથી આવતી એટલા માટે તેમને એક નાના ઘરમાં રહેવા જવું હતું.
પછી 2005 માં ઘર ખાલી કરીને વેચવા માટે છોડી દીધું હતું. તે સમયે માલિક દ્વારા તે ઘરની કિંમત 224 કરોડ રૂપિયા લગાવવામાં આવી હતી. આટલું વૈભવી ઘર તે સમયમાં વહેંચાયું નહિ પછી તે ઘરમાં ઘાસ ઉગવા લાગ્યું હતું અને વાવાઝોડાના કારણે ઘરના કાચ પણ તૂટી ગયા હતા અને રૂમમાં બધું વેરવિખેર થઈ ગયું હતું. 16 વર્ષ સુધી ખાલી પડી રહ્યા બાદ આખરે આ ઘર 30 કરોડ રૂપિયામાં વહેંચાઈ ગયું.
ઘરમાં એક સુંદર બે સાઈડ વાળો ભવ્ય દાદર છે અને મધ્યમાં ખૂબ જ સુંદર લિફ્ટ છે. ત્યાં 50-ફૂટનો પૂલ, સિનેમાઘર, તેમજ જિમ અને રસોડું છે. અહીં એક વાઈન રૂમ પણ છે જેમાં 3700થી વધુ દારૂની બોટલો રાખવામાં આવી છે. આ એક વિશાળ ભવ્ય ઘર છે. 2021માં આ ભવ્ય હવેલીને 30 કરોડમાં માલિક મળી ગયો. જૂના માલિકને આ જોઈને ગમ્યું કે હવે તેની મિલકત સચવાઈ જશે.