પાવરબેંક છેલ્લા કેટલાક વર્ષોમાં એક મુખ્ય ગેજેટ તરીકે ઉભરી આવી છે. હાલમાં, 10000mAh પાવર બેંકો ભારતીય બજારમાં સૌથી વધુ વેચાય છે, જો કે 30000mAh પાવર બેંકો પણ બજારમાં છે. હવે એક વ્યક્તિએ 27 મિલિયન mAh પાવર બેંક તૈયાર કરી છે. આ પાવર બેંકને ચીનના હેન્ડી ગેંગ નામના વ્યક્તિએ ડિઝાઇન કરી છે. હેન્ડીએ પાવર બેંકનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે આ પાવર બેંક દ્વારા ટીવી અને વોશિંગનો એક જ સમયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ 27 મિલિયન mAh પાવર બેંકને YouTube પર I Made a 27,000,000 mAh પોર્ટેબલ પાવર બેંક નામથી અપલોડ કરવામાં આવી છે. આ વિશ્વની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી પાવર બેંક છે. તેને ઇલેક્ટ્રિક વાહનની તર્જ પર ડિઝાઇન કરવામાં આવી છે. આ પાવર બેંકમાં 1 ઇનપુટ સાથે 60 આઉટપુટ છે, જે 220V નું આઉટપુટ આપે છે. આ પાવર બેંકથી 20 સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપ જેવા ગેજેટ્સને એકસાથે ચાર્જ કરી શકાય છે. આ પાવર બેંક વોશિંગ મશીન, ટીવી અને ઇલેક્ટ્રિક કુકરને પણ સરળતાથી હેન્ડલ કરી શકે છે.
તેની સાઈઝ એટલી મોટી છે કે તેને ક્યાંય લઈ જવી મુશ્કેલ છે, એટલે કે તે પોર્ટેબલ પાવર બેંક નથી. તેમાં ત્રણ પિન પોર્ટ પણ છે. આ પાવર બેંક સામાન્ય પાવર બેંક જેવી લાગે છે. પાવર બેંક જેવો દેખાવ આપવા માટે તેને મેટાલિક કેસમાં પેક કરવામાં આવે છે.