યુવકને નશામાં લુડો ગેમ રમાડીને રૂ. 60 લાખની મતા પડાવી લીધી, અને પછી…

News

મુંબઇમાં મોબાઈલ પર ગેમ રમવાનું એક યુવકને ભારે પડી ગયું. યુવાનને ઓનલાઇન ગેમ રમવાની આદત પડી હતી. તે મોબાઈલ પર વ્યાપક રમાતી ઓનલાઈન ગેમ લુડો રમવાનો શોખીન છે, પરંતુ આ રમત તેને મોંઘી પડી છે. લુડો રમતાં આ યુવકે 60 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ધારાવી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ છે.આ યુવકનું નામ ક્લાઉડિયસ મુદલિયાર છે. આ યુવક મર્ચન્ટ નેવીમાં નોકરી કરે છે. મુશર્રફ ખાન નામના મુદલિયારના મિત્રએ તેની પાસેથી પાંચ હજાર રૂપિયા ઊછીના લીધા હતા. આ પૈસા પરત કરવા મુશર્રફે તેને સાંતાક્રુઝ બોલાવ્યો હતો.
‘તારક મહેતા…’ની આ પ્રખ્યાત અભિનેત્રી ગોવા બીચ પર હોટનેસ ફેલાવતી જોવા મળી, ફોટા થયા વાયરલ

અહીં મુશર્રફના મિત્ર વેલુ મુર્ગન અને અન્ય લોકો ક્લાઉડિયસને મળ્યા. તેમણે ક્લાઉડિયસને નશામાં ધૂત બનાવી દીધો હતો. નશાની હાલતમાં તેને લુડો રમવા માટે કહેવામાં આવ્યું. તે પછી તેમણે ક્લાઉડિયસને કહ્યું કે આ ગેમમાં તેણે 60 લાખ રૂપિયા ગુમાવ્યા. આ પછી મુશર્રફ અને તેના મિત્રોએ ક્લાઉડિયસને 60 લાખ રૂપિયા ચૂકવવાનું કહ્યું, પરંતુ તેણે ઇનકાર કર્યા પછી તેમણે ક્લાઉડિયસને બંદૂકની અણીએ તેના તમામ સોના અને ચાંદીના ઘરેણાં લૂંટી લીધા.
શું તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ છે? RBI દ્વારા આપવામાં આવી મહત્વની માહિતી…જાણો

માર મારીને દાગીના લૂંટી લીધા, અને રોકડ લાવવા કહ્યું, એટલું જ નહીં, આરોપીઓએ ક્લોડિયસને તેની ક્લબમાં બંધ કરીને માર માર્યો હતો. ઉપરાંત આરોપીઓએ કહ્યું કે, તારી પાસેથી મળેલા સોના-ચાંદીના દાગીનાની કિંમત 60 લાખ રૂપિયા નથી, જેથી ઘરેથી વધુ સોનું અને રોકડ લાવવા જણાવ્યું હતું.ક્લાઉડિયસના જણાવ્યા મુજબ, આ ઘટના 3જી ઓક્ટોબરની છે અને આરોપીઓ દ્વારા ધમકી મળતાં તે ડરી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.