અત્યારે ઘણા બધા અનોખા ફળો બજારમા મળે છે. જે માણસના આરોગ્ય માટે ખુબ જ સારા છે. તેમાંથી એક છે કમરખનુ ફળ. તેનો આકાર સ્ટાર જેવો હોવાથી કમરખને અંગ્રેજીમાં સ્ટાર ફળ પણ કહેવામાં આવે છે. અનેક રાષ્ટ્રોમાં તેને કેરેમ્બોલા તરીકે પણ ઓળખવામાં આવે છે. કમરખને બઘી જગ્યાએ જુદા જુદા નામથી પણ ઓળખવામાં આવે છે. તે એક પરદેશી ફળ છે કે જે મોટાભાગે દક્ષિણ પૂર્વ એશિયામાં થાય છે. તેનો સ્વાદ ખાટો-મીઠો હોય છે. તથા વિટામિન સીથી ભરેલુ હોય છે. તેમાં અનેક એવા પોષક તત્વો રહેલા છે કે જે આપણને તંદુરસ્ત રાખવામાં સહાયતા કરે છે.
કમરખનો ઉપયોગ અથાણા તથા ચટણીની બનાવવામાં વધુ થાય છે, કેમ કે તે સ્વાદે ખાટા હોય છે. તે રંગે લીલા તેમજ પીળા હોય છે, પણ પાક્યા બાદ તે નારંગી રંગ જેવા થાય છે. આ ફળમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે કે જે ઘણા જાતના રોગોમાં લાભદાયક મનાય છે. ખાસ કરીને નેત્રોની દ્રષ્ટિ માટે તે રામબાણ ફળ મનાય છે.
આ હદયની બીમારીઓને દુર કરે છે. આમા વિટામિન-સી ખુબ વધારે હોય છે, તેથી તે આપણા શરીરમા રોગપ્રતિકારક શક્તિ વધારવા મદદ કરે છે. જે આપણા આરોગ્યને સારુ રાખે છે. આમા રહેલ અનેક જાતના તત્વો જે આપણા શરીરના હાડકા માટે ખુબ જ સારા છે. આ હાડકાને મજબુત બનાવે છે. આનો સ્વાદ ખુબ જ સારો હોય છે. આમા ફાઈબર હોવાના કારણે કેલેરી ખુબ જ ઓછી હોય છે, તેથી વજન ઓછુ કરવામા ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
તમારા ડાયટ પ્લાનમા આનો સમાવેશ કરી શકો છો. આને ખાવાથી બીજા ખોરાક લેવાની જરૂર પડતી નથી. આ ફળ વધુ વજનથી પીડાતા વ્યક્તિઓ માટે ખૂબ લાભદાયક ગણાય છે. જો તમારા દેહમાં અનાવશ્યક ચરબી હોય તો તમારે આ ફળને કાયમ આરોગવું જોઈએ. આ ફળમા એન્ટી-ઓક્સીડન્ટ, લોહતત્વ, ઝિંક, મેગ્નેશિયમ અને ફોસફરસનુ પ્રમાણ ખુબ જ વધુ હોય છે. તેનાથી તે જામેલા કફની સમસ્યાને દુર કરે છે. જો તેને નિયમિત યોગ્ય રીતે ખાવામા આવે તો તે શ્વાસની બીમારીઓને પણ દુર કરે છે.
આ ફળ તમારા વાળ માટે પણ ખુબ જ સારુ ગણવામા આવે છે. આ ફળમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સનુ પ્રમાણ ઓછુ હોય છે. જેના લીધે દેહમાં ગ્લુકોઝની માત્રા વધારે રહેતી નથી. કમરખમાં પોટેશિયમ વિપુલ પ્રમાણમાં મળી આવે છે, જે બી.પી.ને કાબુ કરવામાં સહાયકારક થાય છે. તેના માટે કાયમ આ ફળનું સેવન કરવુ આવશ્યક છે. તે બજારમાં આસાનીથી મળી જશે.
જ્યારે દેહમાં કોલેસ્ટરોલની માત્રા વધુ હોય છે ત્યારે બિમારીઓનું જોખમ વધવાનો આરંભ થાય છે શરીરના દરેક કોષોમા કોલેસ્ટ્રોલ સમાવિષ્ટ હોય છે. જો તેની માત્રા વધે છે તો તે આપણા હદય માટે ખુબ જ જોખમી બને છે. આ ફળનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે. તેના કાયમી સેવનથી દેહમાં ખરાબ કોલેસ્ટ્રોલના પ્રમાણમા ઓછુ થાય છે તથા સારા કોલેસ્ટરોલમા વધારો થાય છે. આ ફળમાં સોલ્યુબલ ફાઈબરનુ આવશ્યક પ્રમાણ હોય છે. સોલ્યુબલ ફાઈબર પાણીમાં મળીને પાચનક્રિયાને ખૂબ યોગ્ય કરે છે. પાચનક્રિયા યોગ્ય હોવાથી આપણે ગેસની તકલીફથી બચી શકીએ છીએ.
આ ફળમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ વધુ માત્રામા હોય છે, જે સ્કિન માટે લાભદાયક ગણાય છે. સાથે જ તે મુખ પરના ડાઘને પણ દૂર કરવામાં સહાયક નિવડે છે. તેના માટે તમે કાયમ આ ફળનું સેવન કરી શકો છો. આ ફળમાં રહેનાર વિટામિન સી આપણા દેહનું લોહ લઈ લે છે જેના લીધે આ ફળ એનિમિયાના દર્દીઓ માટે એક આશિર્વાદરૂપ બને છે.
આ ફળથી ધાધર તેમજ ખંજવાળથી પણ રાહત પ્રાપ્ત થાય છે. તેમા વિટામિન સી આવેલ હોય છે કે જે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. આ ફળના રસના સેવનથી ડિપ્રેશન આવતુ નથી. આ ફળના રસને બદામના તેલ માં ઉમેરીને વાળમા લગાવવાથી વાળમાં ખોડો થતો નથી. વાળને વધારવા માટે વિટામિન બી-૬ કોમ્પ્લેક્સની આવશ્યકતા રહે છે, જે વાળને મજબૂત તથા સ્વસ્થ રાખવામાં સહાય કરે છે.
તો આવી રીતે આ ફળ માનવદેહ માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે અને જો બાળકોને પેટ માં કરમિયા થાય તો તેનાથી પણ છુટકારો પ્રાપ્ત થાય છે.
જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…