આ કારણે ઘરના મંદિરમાં નથી રાખવામાં આવતી ભગવાન શનિદેવની મૂર્તિ

Dharma

પ્રાચીન કાળથી હિન્દુ ધર્મમાં પૂજાને ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે, ભગવાનની પૂજા માત્ર સારા નસીબ અથવા સંપત્તિ માટે જ કરવામાં આવતી નથી, પરંતુ આપડા મનની શાંતિ અને જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે પણ કરવામાં આવે છે. જો કે તમારી માહિતી માટે જણાવી દઈએ કે ઘણી એવી વાતો પણ છે જેનું પૂજા પાથ કરતી વખતે વધારે ધ્યાનમાં રાખવી જોઈએ.

આપણે બધા એ વાતને જાણીએ છીએ કે આપડા ઘરના મંદિરોમાં ભગવાનની પૂજા કરવા માટે ઘણા દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈના પણ ઘરનાં મંદિરમાં શનિદેવની કોઈ મૂર્તિ જોઇ છે. આ મૂર્તિ તમે નિશ્ચિતરૂપે કોઈના પણ ઘરે જોઈ નહીં હોય, તેથી આજે અમે તમને જણાવીશું કે કેમ ઘરના મંદિરમાં ભગવાન શનિ દેવની મૂર્તિ રાખવામાં આવતી નથી.

શનિદેવને લઈને આપણા સમાજમાં એક અલગ પ્રકારનો ડર રહેલો છે. તે કહેવું પણ ખોટું નથી કે મોટાભાગના લોકો તેના ડરના કારણે તેની પૂજા કરે છે. લોકોને અન્ય બધા દેવી દેવતાઓની પૂજામાં વધારે વિશ્વાસ અને આસ્થા રહેલી હોય છે, પરંતુ એવું પણ જોવા મળ્યું છે કે લોકો શનિદેવ પ્રત્યે વિશ્વાસ અને આસ્થા કરતા વધારે ભયભીત રહે છે. પરંતુ તમે નથી જાણતા કે જે લોકો તેના વડીલો અને ખાસ કરીને તેમના માતાપિતાનો આદર કરે છે, તે લોકો પર શનિદેવ વધારે પ્રસન્ન રહેતા હોય છે.

આ કારણે શનિદેવની મૂર્તિ ઘરના મંદિરમાં રાખવામાં આવતી નથી

આપણા શાસ્ત્રો અને પુરાણો અનુસાર શનિદેવની મૂર્તિ ક્યારેય ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. આ કાર્ય પાછળનું એક સૌથી મોટું કારણ એ છે કે ભગવાન શનિને એક શ્રાપ આપવામાં આવ્યો છે કે તે જે કોઈ વ્યક્તિને જુએ છે તેનું અનિષ્ટ થશે. આવી પરિસ્થિતિમાં શનિદેવની પ્રતિમાને ઘરની અંદર રાખવી તે પોતાની મુશ્કેલીઓ ને વધારવા જેવું છે. જો તમે ભગવાન શનિની પૂજા કરવા માંગતા હો, તો તમારે તેને ઘરની બહાર કોઈ મંદિરમાં જ કરવી જોઈએ.

એવું પણ કહેવામાં આવે છે કે જો તમે કોઈ મંદિરમાં શનિદેવના દર્શન કરવા જાઓ છો, તો તે સમય દરમિયાન તમે ક્યારેય તેના પગ તરફ નજર કરો નહીં, તેના બદલે તમે તેની આંખો સામે જુઓ. આ સિવાય જો તમે તમારા ઘરે શનિદેવની પૂજા કરવા માંગતા હો, તો તમે તેમને તમારા મનમાં જ યાદ કરી લો. તેમજ તમે શનિવારે હનુમાન જીની પૂજા કરો અને તેની સાથે સાથે શનિદેવને પણ તેમાં યાદ કરો. આમ કરવાથી શનિદેવ પણ ઘણા રાજી થાય છે.

આ ભગવાનની મૂર્તિઓને પણ તમે ઘર માં ન રાખો

શનિદેવ જ નહીં પરંતુ રાહુ-કેતુ, ભૈરવ અને નટરાજની મૂર્તિઓ પણ ઘરના મંદિરમાં રાખવી જોઈએ નહીં. તેમની પૂજા પણ ઘરની બહાર કરવામાં આવે છે. જો કે, તમે જ્યારે ઘરે હો ત્યારે તમે તેમને મનમાં ધ્યાન લઇ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *