ઉનાળામાં ઈમ્યુનીટી વધારવા અને આરોગ્ય માટે ખુબજ હેલ્દી પીણું છે આમ પન્ના…

Recipe

ઉનાળાની ઋતુમાં કાચી કેરી શરીરને ઠંડક આપે છે. પણ, તે ઈમ્યુનીટી વધારે છે. વિટામિન સી ના સારા સ્ત્રોતને કારણે, જો કાચી કેરી દરરોજ ખાવામાં આવે તો તે ઈમ્યુનીટીમાં વધારો કરે છે. ઉપરાંત, ડિહાઇડ્રેશન થતું નથી અને ગરમીથી તમારું રક્ષણ કરે છે.

કાચી કેરીથી વજન ઘટે છે. કાચી કેરીમાં પાકેલી કેરી કરતા ઓછી કેલરી હોય છે. વળી, તેમાં સુગરનું પ્રમાણ પણ પાકેલી કેરી કરતા ઓછું હોય છે.

ગરમીમાં લૂ સામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી ને ઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળામાં તમે પણ ઘરે આમ પન્ના બનાવવાનું ભૂલતા નહિ.

જો તમ ગોળ વાપરશો તો પન્નો બ્રાઉન રંગનો બનશે. ગોળની જગ્યાએ સાકર વાપરવાથી તે પીળા રંગનો બનશે.

સામગ્રી:- 2 તોતાપુરી કેરી, 1 +1/2 વાટકી સાકર / ગોળ, 1 ચમચી સંચળ પાવડર, 1/3 ચમચી મરી પાવડર, 1/2 ચમચી ઈલાયચી પાવડર, 1 ચમચી શેકેલું જીરું પાવડર, 1/2 ચમચી સૂંઠ પાઉડર ( નાખવું હોય તો), 1/2 ચમચી ચાટ મસાલો, સ્વાદાનુસાર મીઠું, ફુદીના ના પાન

બનાવાની રીત:- સૌપ્રથમ કેરીની છાલ ઉતારી કટકા કરી સાકર અને 1/2 કપ પાણી ઉમેરી કૂકરમાં 3 સીટી વગાડી લો.

ઠંડુ થાય એટલે મિક્સર જારમાં પેસ્ટ બનાવી લો.હવે એક તપેલીમાં 4 થી 5 મોટી ચમચી આમ પન્નાની પેસ્ટ, 400 મિલી ઠંડુ પાણી, બરફના ટુકડા, બાકીની સામગ્રી અને ફુદીનાના પાન કાપી નાખી બ્લેન્ડર ફેરવી લો.

તૈયાર થયેલ આમ પન્ના સર્વીંગ ગ્લાસ કે બોટલમાં ભરી ફુદીના ના પાન વડે ગાર્નિશ કરી સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *