કોઈ પણ ભોજન માં આંબલી એ સ્વાદ વધારવાનું કામ કરે છે. આંબલી બધાને જ પસંદ હોય છે એ પછી બાળકો હોય કે મોટા બધા જ તેનો ચસ્કો લેતા હોય છે. અમુક એવી ચટણી પણ આંબલી વગર અધુરી લાગે છે પણ શું તમે જાણો છો કે આંબલી સ્વાદ વધારવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ તેના લાભ.
૧) આંબલી મા વિટામીન C,E અને B ઉપરાંત કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઈબર ભરપુર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્ષીડન્ટ પણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.
૨) જો તમને ભૂખ ન લગતી હોય તો હવે તેનો ખુબજ સરળ ઉપાય આંબલી છે. આના માટે એક વાટકી પાણીમાં ગોળ અને આંબલી મિક્ષ કરી અને તેમાં તજ અને એલચી મિક્ષ કરીને થોડું-થોડું ચૂસવાથી તમને ભૂખ લાગશે અને તમે ખાવાનું ખાઈ શકશો.
૩) પાચન માટે આંબલી ખુબજ ફાયદાકારક છે. આંબલીમાં ફાયબર ભરપુર માત્રામા હોય છે જે પાચન માટે ખુબજ જરૂરી છે. આ ઉપરાંત કબજિયાત અને ડાયેરિયા માં પણ ખુબજ ઉપયોગી છે. આંબલીના બી નો પાવડર બનાવીને પાણી સાથે પીવાથી પણ ખુબજ લાભ થાય છે.
૪) જો તમે વજન ઓછુ કરવા માંગતા હોવ તો આંબલી તમારી માટે ખુબજ ઉપયોગી છે. આંબલી માં હાયડ્રોઓક્ષાઈટ્રીક એસીડ પુષ્કળ માત્રા માં હોય જે શરીરમાં વજન ઓછુ કરવાના એન્ઝાય્મ ને વધારે છે.
૫) શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારવા અને આયર્નની ઉણપ પૂરી કરવા આંબલી ખુબજ ફાયદાકારક છે. આનાથી શરીરમાં લોહીના કોષોનું નિર્માણ થાય છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
૬) જો તમને આંખો માં દુખાવો કે બળતરા થતી હોય તો આંબલી ખુબજ ઉપયોગી છે. આમાં આંબલીના રસ માં દૂધ મિક્ષ કરીને આંખની બહારના ભાગે લગાવાથી આંખને આરામ મળે છે. આંખોમાં ખંજવાળ આવતી હોય તોપણ આ કરી શકાય છે.
૭) જો તમને ઝાડા થઇ ગયા હોય તો આંબલીના બી ખુબજ ઉપયોગી છે. આંબલીના સુકા બી ને વાટીને તેમાં આદુનો પાવડર અને વિશપ ઘાંસ અને સિંધવ મીઠું નાખીને દૂધ સાથે પીવાથી લાભ થાય છે.
૮) બવાસીર હોય તો તેલ અને ઘી સરખા પ્રમાણમાં લઈને આંબલીના પાંદડાને તળી લો. હવે તેમાં દાડમના બી, સુકું આદુ, ધાણાજીરા પાવડર નાખીને તેને દહીં સાથે ખાવાથી લાભ થાય છે.
૯) શરીરના કોઇપણ અંગમાં સોજા હોય તો એક વાટકી ઘઉંનો લોટ, આંબલીના પાંદડા, આંબલી નો રસ અને મીઠું નાખીને ઉકાળો. હવે આ લેપ તૈયાર થઇ જાય એટલે જ્યાં સોજો હોય ત્યાં લગાવો.
૧૦) આંબલીમાં વિટામીન B કોમ્પ્લેક્સ ભરપુર માત્રામાં હોય છે જે માંસપેશીઓ ના વિકાસ માટે ખુબજ જરૂરી છે.આમાં રહેલું થાયમીન માંસપેશીઓ ના વિકાસમાં મદદ કરે છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.