ઘરે બનાવેલા આ આયુર્વેદિક ફેસપેક ચહેરા પરની કરચલીઓ દૂર કરીને તમારા ચહેરાની ગ્લો વધારશે..

Beauty tips

સુંદરતા વધારવા માટે આપણે ઘરેલું ઉપચારમા વિશ્વાસ કરીએ છીએ તો આ વસ્તુ લગાવવાથી ત્વચા પર ની કરચલીઓ દુર થઇ જશે. તો ચાલો જાણીએ ખુબજ સહેલું અને સરળતાથી ઘરે બની જાય તેવું ફેસ પેક જે આપણા ચહેરાની સુંદરતા વધારવા માટે ખુબજ ઉપયોગી છે.

1) ચણાનો લોટ અને પપૈયું :- પપૈયું પોષ્ટિક ફળ માથી એક ફળ છે જેનો ઉપયોગ આયુર્વેદ મા સૌંદર્ય વધારવા માટે કરવામા આવે છે. આનો ઉપયોગ રોજ સમયસર કરવામા આવે તો ત્વચાની સુંદરતા મા ઘણો બધો ફરક પડી જાય છે. આ ફેસપેક બનાવવા માટે પપૈયા ના ટુકડા કરી મિક્સર માં નાખો પછી તેમાં એક ચમચી ચણાનો લોટ નાખો અને પછી મિક્સર મા બરોબર રીતે મિક્સ કરી લો. પછી આ પેસ્ટને ચેહરા પર લગાડી દો. હવે તેને સુકાવા દો. સુકાઈ જાઈ એટલે ચેહરા ને ઠંડા પાણી થી ધોઈ નાખો.

૨) હળદર અને મધ :- સૌંદર્ય વધારવા માટે હળદર નો ઉપયોગ વધારે પ્રમાણમા કરવામા આવે છે. હળદર એ એક આયુર્વેદિક જડી બુટી છે. તે સ્વાસ્થય ની સાથે-સાથે સૌંદર્ય માટે પણ ફાયદાકારક છે. હળદરનું ફેસ પેક બનાવવા માટે હળદર પાવડર અને મધને ભેગું કરી બરોબર હલાવાથી પેસ્ટ ત્યાર થઈ જશે . તમે આમા 2 ચમચી ગરમ દૂધ પણ નાખી શકો છો. આ પેસ્ટ ને ચેહરા પર 20 મિનીટ સુધી રહેવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. અઠવાડિયા મા બે વખત આ રીતે કરવાથી તમારી સુંદરતા મા વધારો થઇ જશે.

૩) દૂધ અને કેસર :- કેસર નો ભાવ વધારે હોય છે પણ તમારી સુંદરતા વધારવા માટે ખુબ જ જરૂરી છે. તમારે રોજ કેસરના ૫-૬ રેસા ને દૂધ ની અંદર ૧૫-૨૦ મિનીટ સુધી પલાળી દો.આ દૂધ ને રૂ ની મદદ થી રોજ ચહેરા પર ૧૫-૨૦ મિનીટ લગાવી ને રાખો.આનાથી મો ઉપર પડતી કરચલીની તકલીફ ને હમેશાના માટે દુર કરી થશે.

૪) એલોવેરા(લાબરુ) જેલ :- ઘરે એલોવેરા નો છોડ હોવો જરૂરી છે. ચહેરા પર થતા ખીલ અને ચહેરો કાળો પડી જવું આ બધી સમસ્યાથી બચવા માટે એલોવેરા નો ઉપયોગ કરવો. સાંજે સુતી વખતે એલોવેરાને મોઢા ઉપર લગાવીને સુઈ જવુ. આખી રાત લાગવીને સુવાથી કોઈ પણ પ્રકાર ની સાઈડ-ઈફેક્ટ થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *