અભિનેતા રાજૂ શ્રીવાસ્તવની હાલત અત્યંત નાજુક, મોટો નિર્યણ લીધો પરિવારે

News

રાજૂ શ્રીવાસ્તવ હોસ્પિટલમાં છ દિવસથી દાખલ છે. એક્ટર અને કોમેડિયનની સ્થિતિ સતત નાજુક બનેલી છે. રાજૂ શ્રીવાસ્તવની હાલતને લઈને સમય-સમય પર પરિવાર દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. તો રાજૂ શ્રીવાસ્તવના ફેન્સ જલદી સાજા થવાની કામના કરી રહ્યાં છે. આ વચ્ચે કોમેડિયનની હેલ્થને લઈને નવુ અપડેટ આવ્યું છે. આ નવુ અપડેટ જાણ્યા બાદ ફેન્સની ચિંતા થોડી જરૂર ઓછી થઈ શકે છે. પરંતુ હજુ સુધી કોમેડિયન ભાનમાં આવ્યા નથી.

હવે કેવી છે રાજૂ શ્રીવાસ્તવની તબીયત?
લેટેસ્ટ હેલ્થ અપડેટ અનુસાર રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યમાં પહેલા કરતા સુધાર થયો છે. કોમેડિયનના પર્સનલ સેક્રેટરીએ અભિનેતાના સ્વાસ્થ્યને લઈને અપડેટ આપ્યું છે. તેમણે જણાવ્યું કે હવે રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યમાં પહેલા કરતા સુધાર થઈ રહ્યો છે. અમે પ્રાર્થના કરી રહ્યાં છીએ કે તે જલદી સાજા થઈ જાય.
ચોંકાવનારી ઘટના: સનાળીમાં પાકને નુકશાન કરતા 13 આખલાઓને ગામવાસીઓએ સ્મશાનના ઓરડામાં પુરી દીધા, ઝેરી પદાર્થ ખાવાથી મૃત્યુનું અનુમાન

રાજૂ શ્રીવાસ્તવની હાલત હજુ નાજુક છે. તેવામાં એક્ટરના સ્વાસ્થ્યને લઈને ડોક્ટર કોઈ ચુક કરવા ઈચ્છતા નથી. આ આ કારણે કોમેડિયનને કોઈ વ્યક્તિ મળી શકતા નથી. ડોક્ટરોએ આ નિર્ણય લીધો છે.

હજુ પણ વેન્ટિલેટર પર છે
તો રાજૂ શ્રીવાસ્તવના પીઆરઓએ પણ કોમેડિયનના સ્વાસ્થ્યને લઈને વધુ એક માહિતી આપી છે. અભિનેતાના પીઆરઓ અજીત સક્સેનાએ કહ્યુ કે, એક્ટર હજુ વેન્ટિલેટર પર છે. તેવામાં ઇન્ફેક્શનનો ખતરો વધુ હોય છે. આ કારણે પરિવારની મંજૂરી લઈને ડોક્ટરોએ નિર્ણય કર્યો કે એક્ટરને મળવા કે તેના બેડની પાસે કોઈ જશે નહીં. આ સિવાય તેના પ્રિયજનોના મેસેજ રેકોર્ડ કરી રાજૂના કાનની પાસે તેમને સંભળાવવામાં આવી રહ્યાં છે. આ પ્રયાસોથી રાજૂ શ્રીવાસ્તવ થોડી પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *