ફિલ્મ નિર્માતા કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ સીઝન 7 દિવસેને દિવસે વધારે હિટ થઈ રહ્યો છે. આ શોમાં આવતા તમામ સેલેબ્સ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા તમામ ખુલાસાઓ કરતા રહેતા હોય છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ આ કોફી શોના પહેલા ગેસ્ટ હતા. ફેન્સને આ શોના તમામ એપીસોડ ખૂબજ પસંદ છે. તમને જણાવી દઈએ કરણના આ શોમાં, ફોન ભૂતની ટીમે એન્ટ્રી મારી છે. અને આ એપિસોડમાં કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર આવશે. તમને જણાવી દઈએ કે શોનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. જેમાં ત્રણેય કરણ સાથે ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે.
રીક્ષા ચાલકે 27 વર્ષમાં કરી 5000 કારની ચોરી, રહે છે ત્રણ પત્નીઓ સાથે..
વીડિયોની શરૂઆતમાં જ ત્રણેય ખૂબજ મસ્તી કરતા જોવા મળ્યા છે. જ્યારે કેટરિના, ઈશાન અને સિદ્ધાંત એક જ જગ્યાએ બેસે છે, ત્યારે કરણે પૂછ્યું કે તમે સ્થાયી થયા છો? ત્યારે જવાબમાં ઈશાન કહે છે, ‘અમે ગમે ત્યાં જઈ શકીએ છીએ.’ કરણ જોહરે ઈશાનને પૂછ્યું કે ઈન્ડસ્ટ્રીનો સૌથી સેક્સી બેચલર કોણ છે? જવાબમાં ઈશાન કહે છે કેજો. ત્યારે કરણ જોહર કહે છે કે મારી તરફ કોઈ એ નજરથી જોતું નથી.
સુહાગ રાત નઈ સુહાગ દિવસ પણ હોઈ શકે
બોલિવૂડમાં લગ્નોની ભરમાર હોવાથી, ‘સુહાગ રાત’ની વાતો કોફી વિથ કરણના શોમાં સાંભળવા મળતી જ હોય છે. જ્યારે આલિયા ભટ્ટ ‘સુહાગ રાત’ની કલ્પનાને એક પૌરાણિક કથાની જેમ નકારી કાઢે છે, ત્યારે કેટરિના કૈફ કહે છે, ” હંમેશા ‘સુહાગ રાત’ હોવી જરૂરી નથી. ‘સુહાગ દિન’ પણ હોઈ શકે છે.” તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે ‘સુહાગ રાત’ના હાઇપને કારણે સંઘર્ષ કરી રહેલા યુગલો માટે, કેટરિના કૈફની વાતને તાર્કિક ગણવામાં આવી હતી.
અંધ બાબા વેંગાની આ ભવિષ્યવાણી પડી રહી છે સાચી, જાણો દુનિયાનો અંત થવામાં બાકી રહ્યા છે કેટલા વર્ષો..