Kapil Sharma છોડ્યા પછી Sunil Grover રસ્તા પર શેરડીનો રસ કાઢતા જોવા મળ્યા…, જુઓ વિડીયો…

Uncategorized

ગુત્થી, ડોક્ટર મશહૂર ગુલાટી જેવા યાદગાર પાત્ર ભજવનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અનેક લોકોનો પ્રિય અભિનેતા બની ગયો છે. લોકોને હસાવવા નો સુનિલ માં ગજબનો ટેલેન્ટ છે. તેને જ્યારે તમે સ્ક્રીન ઉપર જોવો છો ત્યારે ચહેરા ઉપર સ્મિત આવી જ જાય છે. થોડા સમય પહેલાં જ સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી થઈ હતી અને તેના કારણે તે ચર્ચામાં આવ્યો હતો. ટ્રીટમેન્ટ અને સારવાર બાદ સુનીલ ગ્રોવર હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે.

તેઓ મીડિયા ઉપર છવાઈ ગયો છે. તાજેતરમાં જ સુનીલ ગ્રોવર શેરડીનો રસ કાઢ તો જોવા મળ્યો છે. એક પ્રખ્યાત કોમેડિયન આ રીતે રસ્તા ઉપર શેરડીનો રસ કાઢ તો હોય તે દ્રશ્ય જોઇને તેના ફેન્સ પણ આશ્ચર્યમાં પડી ગયા છે. કેટલાક લોકોએ તો એવો અંદાજ લગાડવાનું પણ શરૂ કરી દીધું છે કે તેણે કોમેડી છોડી દીધી અને નવો ધંધો શરૂ કર્યો કે શું ? તો ચાલો તમને આ વિડીયો નું સત્ય શું છે તે જણાવીએ.

આ વીડિયોમાં જોવા મળે છે તે વ્યક્તિ સુનીલ ગ્રોવર જ છે. તેણે પોતે આ વિડીયો તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કર્યો છે. થયું એવું કે સુનીલ ગ્રોવર અને શેરડીનો રસ પીવાની ઈચ્છા થઈ હતી. તેવામાં તેણે રસ્તાના કિનારે ઊભેલા વ્યક્તિ પાસેથી શેરડીનો રસ પીધો. તે દરમિયાન તેને મસ્તી સૂઝી. એણે દુકાનદાર પાસેથી શેરડી લીધી અને પોતે જ રસ કાઢવા લાગ્યો.

શેરડીનો રસ કાઢતી વખતે સુનીલ ગ્રોવરના જે હાવભાવ હતા તે જોવા લાયક હતા. ખુબ જ મજેદાર એક્સપ્રેશન આપી રહ્યો છે. આ વીડિયોમાં જેમ્સ બોન્ડ થીમ નું મ્યૂઝિક બેકગ્રાઉન્ડમાં વાગતું સાંભળવા મળે છે. જે આ વીડિયોને વધારે ફની બનાવી દે છે. જોકે લોકોને સુનીલનો આ અંદાજ પણ ખૂબ જ ગમી રહ્યો છે. એક યૂઝરે લખ્યું છે કે ભાઈ તમે આ કઈ લાઈન માં આવી ગયા ? એક વ્યક્તિએ લખ્યું છે યાર આ માણસ ખૂબ જ ક્યુટ છે… ત્યારબાદ એક કોમેન્ટ આવે છે સર તમે હંમેશા લોકો ને હસાવો છો તમે બેસ્ટ કોમેડિયન છો.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને આ જ રીતે ખૂબ જ લાઇક મળી રહી છે અને કોમેન્ટ લોકો કરી રહ્યા છે. કામની વાત કરીએ તો સુનિલ ટૂંક સમયમાં જ જૂન માસમાં રીલિઝ થવાની ફિલ્મ નિકમ્મા માં જોવા મળશે. આ પહેલા તો સલમાન ખાન સાથે ફિલ્મ રાધે માં પણ જોવા મળ્યો હતો. સુનિલે ટીવી પર કેટલાક કોમેડી શો પણ કર્યા છે. પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા કપિલ શર્માના શો ના પાત્ર રીન્કુ ભાભી ગુત્થી ડોક્ટર ગુલાટી થી મળી છે. જો કે કપિલ સાથેના કેટલાક વિવાદના કારણે તેણે આ શો છોડી દીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *