શિક્ષકની નોકરી છોડીને સુરતના બે યુવાનોએ બનાવી હાઈબ્રિડ કિટ, હવે એકટીવા જેવી બાઇક પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને થી ચાલશે

Story

સુરતના યુવાને એક હાઇબ્રિડ કિટ બનાવી છે, જે સ્કૂટરમાં ફિટ કરી દેતા એ ઇલેક્ટ્રીક અને પેટ્રોલ બંને મોડમાં ચાલે છે. જેની કિંમત 3. 18 હજાર છે. આ કિટ બનાવનારા નિર્ભય ખોખર અને પ્રતીક દુધાત અગાઉ ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈકના પણ 2 મોડલ તૈયાર કરી ચુક્યા છે, જેને આઈસીએટી હરિયાણા ખાતે પરમિશન માટે મોકલાયા છે. અગાઉ તેઓ શિક્ષક હતા અને હાલ બેટરીનો ધંધો કરે છે. અભ્યાસમાં બંને એમએસસી ફિઝિક્સ છે. બંને એક જ સ્કૂલમાં શિક્ષક હતા અને ત્યાંથી નોકરી છોડી આ કામ શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ પહેલા જ તેઓએ પોતાનો બેટરીનો ધંધો શરૂ કર્યો હતો. ત્યાર બાદ બંનેએ મળીને હાઇબ્રિડ કિટ તૈયાર કરી. આ હાઇબ્રિડ કિટમાં એક મોટર, એક બેટરી અને એક કંટ્રોલરનો ઉપયોગ કરાય છે. હાઈબ્રિડની કિંમત બેટરીની ક્ષમતા પ્રમાણે વધી ઘટી શકે છે.
સૂર્યકુમારની 360 ડિગ્રી બેટિંગનું જાણો રહસ્ય! 150 કિ.મી.ની ઝડપનો સ્કૂપ શોટ ચર્ચાનો વિષય બન્યો

આફતમાં અવસર
કિટ બનાવનાર પ્રતિક દુધાતે જણાવ્યું હતું કે, અમે કોરોના અગાઉથી જ શિક્ષણકાર્યની સાથે સાથે કંઈક નવું કરવા વિચારી રહ્યા હતા, પરંતુ, અચાનક કોરોના લોકડાઉન આવી જતા અમને આફતમાં અવસર મળી ગયો હોય તે રીતે અમે બેટરીવાળી ગાડી બનાવવાનો વિચાર કર્યો હતો. તેને મૂર્તિમંત સ્વરૂપ આપવાનું શરૂ કર્યું, જેથી સ્કૂટરમાં મોટર કંટ્રોલર અને બેટરીની મદદથી હાઇબ્રિડ કીટ તૈયાર કરી અને આ સ્કૂટર બેટરીની મદદથી અને પેટ્રોલની મદદથી ચાલે તે પ્રકારે તૈયાર કર્યું છે.

બેટરી ઉતરી જાય તો પેટ્રોલથી સ્કૂટર ચાલે
કિટ બનાવનાર નિર્ભય ખોખરે જણાવ્યું હતું કે, સૌથી પહેલા બેટરી બનાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઇલેક્ટ્રિક બાઇક સ્કૂટરનો કોન્સેપ્ટ મનમાં આવતા સ્કૂટર-બાઇકનું 1-1 મોડેલ તૈયાર કરી પરમિશન માટે મોકલ્યું. દરમિયાન વિચાર આવ્યો કે, રાઇડમાં બેટરી પતી જાય તો? ચાર્ચ કરવામાં ઘણો સમય જો. ચાર્જિંગ સ્ટેશન ત્યાં ન હોય તો? જેથી અમે હાઇબ્રિડ કિટ ડેવલપ કરી. મોટી કંપનીઓ બંને મોડ નથી આપતી કેમ કે, કોસ્ટ વધી જાય છે અને ડિઝાઇનમાં પણ ફેરફારની જરૂર પડશે. બેટરી ઘરની જ છે એટલે સસ્તા ભાવે આપું છું.

કિટમાં ત્રણ વસ્તુઓ મહત્વની
આ હાઇબ્રિડ કિટમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ કંટ્રોલર, બેટરી અને મોટર હોય છે. પેટ્રોલ મોડમાં જે રીતે સ્કૂટર ચાલે છે તે એવી જ રીતે ચાલશે, એની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરાશે નહીં. સ્કૂટરમાં બે ચાવી હશે, જેમાં એક પેટ્રોલ મોડમાં ચલાવવા માટે અને બીજી ચાવી બેટરીથી સ્કૂટરને ચલાવવા માટે, એક ચાવીથી પણ બંને ઓપરેટ કરી શકાય છે. બેટરીને ડિક્કીમાં મુકવામાં આવે છે અને મોટરને પાછળના વ્હીલ સાથે કનેક્ટ કરીને ફિટ કરવામાં આવે છે. બેટરી અને મોટર વચ્ચે એક કંટ્રોલર ફિટ કરાય છે. જેથી મોટરની સ્પીડને કંટ્રોલ કરી શકાશે. સ્કૂટર પેટ્રોલ મોડ પર હોય ત્યારે ઇલેક્ટ્રિક મોડ સુસુપ્ત અવસ્થામાં હોય છે અને જ્યારે ઇલેક્ટ્રિક મોડ પર હોય ત્યારે પેટ્રોલ મોડ સુસુપ્ત અવસ્થામાં હોય છે.

ત્રણ કલાક ચાર્જ કરવી પડે
સ્કૂટરની ડિક્કીમાં સમાઈ જાય તેવી નાની બેટરી બનાવવામાં આવી છે. પેટ્રોલ અને ઇલેક્ટ્રિકથી ચાલે તે માટે જનરલ લીવર આપવામાં આવ્યું છે. બેટરી પર મેક્સિમમ 50થી 60ની સ્પીડ આવે અને 50થી 60 કિલોમીટર સ્કૂટર ચાલતું હોય છે. બેટરી એકવાર ચાર્જમાંથી ઉતરે ત્યારબાદ તેને ત્રણથી ચાર કલાક ચાર્જ કરીને પૂર્ણ ચાર્જ થયા બાદ 55થી 60 કિલોમીટર ચલાવી શકાય છે.
એફિલ ટાવર ની સામે મોડલે અચાનક કપડાં ઉતારતા થઈ મોટી બબાલ, વિડિયો સામે આવતા લોકોના ઉડ્યા હોશ

ગ્રાહકોની જરૂરિયાત મુજબ બેટરી મોટી કરી શકાય
હાઇબ્રિડ કિટ બનાવનારા બંને મિત્રોએ જણાવ્યું હતું કે, અમે હાલ પાઉચ સેલ બેટરી ઉપર સંશોધન કરી રહ્યા છે, જેમાં ગ્રાહકોની જરૂરિયાત મુજબ નાની-મોટી બેટરી કરી શકાય બેટરીની સાઈઝ વધારી શકાય સાથે સાથે તેની કિલોમીટરની ક્ષમતા પણ વધારી શકાય છે.

મહિનામાં 1000 ગાડી બનાવવાનો ટાર્ગેટ
હાઇબ્રિડ સ્કૂટર બનાવનારા બંને મિત્રોએ કહ્યું હતું કે, હાલ સરકાર હાઇબ્રિડ બાઈક માટે નિયમો બનાવી રહે છે, ત્યારે અમે પણ અમારા સંશોધનમાં આગળ વધી રહ્યા છે. આખી ગાડી અમે બનાવીએ અને તૈયાર રાખીએ છીએ. અપ્રુવલ મળે ત્યાર પછી અમે સ્કૂટર અને બાઈકને માર્કેટમાં મૂકીશું. અમારું ભોપાલના એક પ્રોડક્શન હાઉસ સાથે ટાઈઅપ થઈ ચૂક્યું છે, જ્યાં મહિનાની 1000થી વધુ ગાડી તૈયાર થાય તેવું અમારું લક્ષ્ય છે.

Leave a Reply

Your email address will not be published.