એક્ટિંગ છોડ્યા પછી અનુપમા ફેમ ‘નંદિની’એ પોતાનું જીવન મંદિરમાં સમર્પિત કર્યું, ગાય અને વાછરડાની રાખે છે સંભાળ…,જુઓ વિડીયો

Story

માર્ચ મહિનામાં એક્ટિંગ ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરીને ટીવી એક્ટ્રેસ અનઘા ભોસલેએ ફેન્સને ચોંકાવી દીધા હતા. અનઘા ભોસલે છેલ્લે સીરિયલ ‘અનુપમા’માં ‘નંદિની’ના પાત્રમાં જોવા મળી હતી. જેમાં પારસ કલનાવત (સમર) સાથેની તેની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવતી હતી. તેણે આધ્યાત્મિક માર્ગ અને કૃષ્ણના ઉપદેશોનું પાલન કરવા માટે એક્ટિંગને અલવિદા કહ્યું હોવાનું જણાવ્યું હતું.

એક્ટ્રેસે હવે પોતાનું જીવન મંદિરમાં સેવા કાજે સમર્પિત કરી દીધું છે. સોશિયલ મીડિયા પર હાલ તે એક્ટિવ તો છે, પરંતુ ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કરવાના બદલે તે તેના નેક કામની ઝલક દેખાડતી રહે છે. મંદિરમાં તે ભગવાન માટે પ્રસાદ બનાવવા સિવાય ગૌશાળામાં રહેલી ગાયો-વાછરડાની તે સંભાળ રાખી રહી છે. તેમજ જરૂરિયાતમંદ લોકોને મંદિરના એક પ્રોજેક્ટમાં મદદ કરી તેમને વિનામૂલ્યે જમાડી પણ રહી છે.

અનઘા ભોસલેએ જે વીડિયો શેર કર્યો હતો, તેમાં તે અન્ય ફ્રેન્ડ્સ સાથે મળીને ગાય અને વાછરડાની સફાઈ કરતી જોવા મળી. આ સિવાય તેને ગાયોને ખોળ ખવડાતી તેમજ પંપાળતી જોઈ શકાય છે. વીડિયોની સાથે લખ્યું હતું ‘જો આપણે કૃષ્ણના પ્રિયને ખુશ રાખીશું તો કૃષ્ણનું દિલ જીતી લઈશું- રાધાનાથ મહારાજ’.

એક્ટિંગ ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ અનઘા ભોસલે સાદુ જીવન જીવવા લાગી છે. તે વેસ્ટર્ન વેઅરના બદલે સાડી અને ડ્રેસ જેવા કપડામાં જોવા મળી રહી છે. તેણે બ્લેક કલરની સાડીમાં કેટલીક તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું ‘સંતોષ ફક્ત તેમના જ હૃદયમાં હોય છે, તેઓ કૃતજ્ઞ હોય છે- રાધાનાથ મહારાજ હરીબોલ’.

ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ અનઘા ભોસલેએ સોશિયલ મીડિયા હેન્ડલ પર લાંબી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘આપણે તમામ ભગવાનના બાળકો છીએ. આપણા બધાની ઈચ્છા એક જ બસ માર્ગ અલગ છે. આપણે તમામે વિશ્વાસ ટકાવી રાખવો જોોઈએ. ભગવાન હંમેશા મારા પ્રત્યે દયાળુ રહ્યા છે. આ આપણી જવાબદારી છે કે આપણે તમામ જે કારણથી આ દુનિયામાં આવ્યા તેનો ઉદ્દેશ પૂરો કરવો જોઈએ.

આપણે તેમની ઈચ્છા અને પ્રેમને જાણવો જોઈએ. મને લાગે છે કે તમારે કોઈ જવાબ જોઈએ તો શ્રીભાગવત ગીતામાંથી લઈ શકો છો. જે લોકો મને પ્રેમ કરે છે તેમના માટે મારા જીવનના નવા તબક્કા વિશે અપડેટ આપતી રહીશ. હું તમામ ધર્મનો આદર કરું છું. સમજવા માટે આભાર હરે કૃષ્ણા, લવ-અનઘા ભોસલે’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *