પિતાના મૃત્યુ પછી સાઇકલના પંચર બનાવીને પરિવાર ચલાવ્યો, અને આજે PGVCL વીજ કંપનીમાં MDના પદ પર છે.

Story

કોઈ વ્યક્તિ ધારે તો તે પોતાના જીવનમાં કોઈપણ મુકામ હાસિલ કરી શકે છે. આજે અમે તમને PGVCL ના મેનેજીંગ ડાઈરેકટર વરુણ કુમારની સંઘર્ષની કહાની વિષે જણાવીશું. વરુણ કુમારનો જન્મ મહારાષ્ટ્રના એક ગામમાં ખુબજ ગરીબ પરિવારમાં થયો હતો. તેમના પિતા સાઇકલ પંચરની દુકાન ચલાવતા હતા. તેનાથી તેમના આખા ઘરનું ગુજરાન ચાલતું હતું. અમુક સમયે એવી પરિસ્થિતિ પણ સર્જાતી હતી કે શાળાની ફી ભરવાના પૈસા પણ ન મળે. તેથી ભણવાનું છોડી દેવાનો વારો આવી ગયો હતો.

શાળાની ફી ભરવાના પૈસા નો હોવા છતાં તેમના પિતાએ મજૂરી કરીને ભણાવ્યા પરંતુ જયારે વરુણે ૧૦ માં ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી તેમના પિતાનું અવસાન થઇ ગયું અને પરિવારમાં આર્થિક સંકટ છવાઈ ગયો. ૧૦ માં ધોરણમાં સારા ટકા આવતા હોવા છતાં. તેમને ભણવાનું છોડવું પડ્યું. તો એ વ્યક્તિને જાણ થઇ તો તેમને મદદ કરી અને પોતાનો અભ્યાસ પાછો ચાલુ કર્યો અને ૧૨ માં ધોરણમાં શાળાના શિક્ષકોએ તેમની ફી ભરી હતી. પછી પોતાનો એન્જીનીયરનો અભ્યાસ પૂરો કર્યો અને તેમાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો. અભ્યાસ પૂરો કર્યા પછી વરુણે મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી મેળવી.

પણ તેમના મિત્રના પિતાએ તેમને IAS બનવા માટે જણાવ્યું. તેના પછી IAS બનવા માટે પોતાની નોકરી છોડી દીધી અને કોઈપણ જાતના ટ્યુશન વગર તેમને UPSC ની પરીક્ષા આપી અને પોતાના પ્રથમ પ્રયાસમાં જ તેમને પરીક્ષાના ત્રણેય ચરણો પાસ કર્યા. અને આખા દેશમાં ૨૬ મુ સ્થાન હાસિલ કર્યું અને તેના માતા-પિતાનું નામ રોશન કર્યું. આજે વરુણ કુમાર રાજકોટની વીજ કંપની PGVCL માં મેનેજીંગ ડાયરેક્ટરની પોસ્ટ પર ફરજ નિભાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published.