ગૌ ભકતોએ બતાવ્યો રોષ, 48 કલાકના અલ્ટીમેટ બાદ ગાયો રસ્તામાં છોડી મુકાતા તંત્રમાં મચી દોડધામ

News

બનાસકાંઠાના થરાદ પ્રાંત કલેકટર કચેરી આગળ 48 કલાક અગાઉ ગૌ ભક્તો સંતોએ સાથે મળીને રાજ્ય સરકારને 500 કરોડની સહાય ચૂકવવા માટે આવેદનપત્ર અલ્ટીમેટ આપ્યું હતું. એ પછી રાજ્ય સરકાર દ્વારા 48 કલાકમાં ગૌશાળાના સંચાલકોને 500 કરોડની સહાય ચૂકવામાં ના આવતા આખરે ગૌ ભક્તો એ સરકારી કચેરી છોડવાની ચીમકી આપી હતી ત્યારે વહેલી સવારથી જ થરાદની ગૌશાળાની ગાયો થરાદ મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો સંતો ઉપસ્થિત રહી છોડી દેતા પોલીસ અને સંતો અને ગૌ ભક્તો વરચે ઘર્ષણ સર્જાયું હતું તેમ છતાં ગાયોને મામલતદાર કચેરીમાં છોડી મૂકી હતી જ્યારે ગૌભક્તોએ જણાવ્યું હતું કે હજી આવનારા સમયમાં તમામ વિસ્તારમાંથી ગાયો સરકારી કચેરીઓમાં લાવી છોડી દેવામાં આવશે નહી તો હજી વહેલું છે રાજ્ય સરકાર દ્વારા 500 કરોડની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.

વાવ સુઇગામ હાઇવેથી ભાટવર હાઇવે સુધી 5 કિમીની લાઇન બનાવવામાં આવી હતી અને નજીકની ગૌશાળાઓમાંથી ગાયોને રોડ પર છોડવામાં આવી હતી અને બીજી તરફ લાંબી ટ્રાફિક લાઇન લાગી હતી. વાવના બિયોક ગામે આવેલ ગૌ વિદ્યાલય પાસેથી ગાયોને રોડ પર છોડી દેવામાં આવતા મીઠા થરાદ હાઈવે પર ભારે વાહનોની લાઈન લાગી હતી.

થરાદ મામલતદાર કોર્ટમાં પોલીસની હાજરી હોવા છતાં ગૌભક્તો કચેરી ખાતે ગાયો મુકી દેવાતા તંત્ર ખોરવાઈ ગયું હતું. થરાદ પીઆઈ સહિતના પોલીસ કાફલાએ વાહનવ્યવહાર બંધ ના થાય અને કોઈ મોટી સમસ્યા ન સર્જાય તે માટે હાઈવે ખુલ્લો રાખ્યો હતો અને ગૌભક્તોની અટકાયત કરવામાં આવી હતી.

બનાસકાંઠાના થરાદ વાવ સુઇગામ સહિતના વિસ્તારમાં ગૌશાળા સંચાલકો દ્વારા ચકાજામ દ્રશ્યો સર્જાયા હતા કારણ કે તમામ વિસ્તારોમાંથી ગાયો હાઇવે પર લાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ગૌભક્તોની પોલીસે અટકાયત કરતા ગૌ ભક્તોએ જણાવ્યું હતું કે હજી વહેલું છે ગાયો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરેલ 500 કરોડ આજે જ ગૌ શાળા ના ખાતામાં નાખવામાં આવે અને જો 500 કરોડ નહિ આપવામાં આવે તો તમામ ગૌ શાળા ની ચાવીઓ સરકારી કચેરીમાં આપવામાં આવશે.

થરાદ પોલીસે જણાવ્યું હતું કે ગૌભક્તો અને ગયો રસ્તા પર આવતા વાહન વ્યવહાર ને હાલકી ના પડે તે માટે સાવચેતીના ભાગરૂપે ટ્રાફિક દૂરકરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.