અફઘાનિસ્તાન: હજારો લોકો રાહ જોઈ રહ્યા હતા, વિમાન માત્ર યુકેના કમાન્ડોની પત્નીને લઈ ઉડી ગયું

News

છેલ્લા થોડા દિવસોથી અફઘાનિસ્તાનથી અરાજકતા ભરેલા ફોટા અને વીડિયો બહાર આવી રહ્યા છે. લોકોને તેમનો જીવ જોખમમાં મૂકીને દેશ છોડવાની ફરજ પડી રહી છે. થોડા દિવસ પહેલા એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં લોકો વિમાનમાં લટકી રહ્યા હતા અને બાદમાં તેમાંથી કેટલાક હવામાંથી નીચે પડતા જોવા મળ્યા હતા. લોકો જીવ બચાવવા માટે મરણયા પ્રયાસો કરી રહ્યા છે. આવા વીડિયોએ દુનિયાને ચોંકાવી દીધી છે. આ દરમિયાન, એક ભૂતપૂર્વ રોયલ મરીન કમાન્ડોએ તેની કહાની જણાવી હતી.

આ માણસનું નામ પોલ ‘પેન’ ફાર્થિંગ છે અને તે ભૂતપૂર્વ રોયલ મરીન કમાન્ડો છે. જ્યારે કાબુલ એરપોર્ટ પર હજારો લોકો દેશ છોડવા માંગતા હતા, ત્યારે પોલની પત્ની પણ ત્યાં અટવાઈ ગઈ હતી. જેને ખાલી વિમાનમાં એકલા તેમના દેશ નોર્વે મોકલવામાં આવી હતી. આવું ત્યારે થયું જ્યારે હજારો લોકો કોઈપણ વિમાન આવે તેની રાહ જોઈ રહ્યું હતું અને ઈચ્છતું હતું કે તેઓ કોઈક રીતે અફઘાનિસ્તાન છોડીને દેશની બહાર નીકળી જાય.

ફાર્થિંગની પત્ની સી -17 ગ્લોબમાસ્ટર મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેનમાં નોર્વે જઈ રહી હતી. વિમાન લગભગ ખાલી હતું. જ્યારે કાબુલ એરપોર્ટ પરથી દરરોજ હજારો લોકો ભેગા થવાના વીડિયો બહાર આવી રહ્યા છે. ત્યાં લોકો દેશ છોડને ભાગવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

પોલે પોતાના ટ્વિટર પર આ ફોટો શેર કર્યો છે. તેમણે લખ્યું કે વિમાનો દર કલાકે એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યા છે, ભલે તે ભરેલા હોય કે ન હોય. લોકોને એરપોર્ટની અંદર જવાની મંજૂરી નથી. અમે ઘણા લોકોને ત્યાં છોડી રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ જ્યારે યુએસ આર્મીના કાર્ગો પ્લેનમાં ઘણા લોકો ચડી ગયા હતા અને પ્લેનએ ઉડાન ભરી હતી.

ફાર્થિંગે એક ઈન્ટરવ્યુમાં ટીવી ચેનલને કહ્યું કે રાત્રે એરપોર્ટ પર જવામા ઘણા જોખમો હતા, પરંતુ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તે ત્યાંના હજારો લોકોની ભીડ વચ્ચે રસ્તો બનાવવામાં સફળ રહ્યો. તેણે શેર કરેલા ફોટો પર લોકો ખુબજ ગુસ્સે થયા છે. લોકોએ સોશિયલ મીડિયા પર આવી પરિસ્થિતિઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. લોકોએ લખ્યું કે તેમને ખાલી વિમાનમાં એકલા જવાની મંજૂરી કેમ આપવામાં આવી.

લોકોએ લખ્યું છે કે આ પરિસ્થિતિ નિંદનીય છે અને તેને ક્યારેય પુનરાવર્તિત ન કરવી જોઈએ. સરકાર, માનવ કલ્યાણ સંબંધિત સંસ્થાઓએ તપાસ કરવી જોઈએ કે ત્યાં શું ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *