ખુબજ સુંદર છે એશ્વર્યા રાય બચ્ચનની ભાભી શ્રીમા રાય, જુઓ તસવીરો અને જાણો તેના જીવન વિશે…

Bollywood

બોલિવૂડમાં, નંણદ ભાભીની ઘણી પ્રખ્યાત જોડીઓ છે. જો કે, કેટલીક એવી પણ નંણદ-ભાભી જોડી છે જે પ્રખ્યાત નથી, પરંતુ બંને વચ્ચે સારું બોન્ડીંગ છે. એશ્વર્યા રાય બચ્ચન અને તેની ભાભી શ્રીમા રાય એક એવીજ જોડી છે. શ્રીમા રાયના લગ્ન એશ્વર્યા રાયના મોટા ભાઈ આદિત્ય રાય સાથે થયા છે. એશ્વર્યા રાય બચ્ચન એક તરફ એટલી પ્રખ્યાત છે, તો બોલીવુડમાં શ્રીમા રાયને કોઈ જાણતું નથી.

જો કે, શ્રીમા એક મોડેલ, ફિટનેસ અને સોશ્યલ મિડીયા સેલેબ્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહે છે. આટલું જ નહીં શ્રીમાની પોતાની એક વેબસાઇટ પણ છે. જેમાં પરથી જાણવા મળે છે કે વર્ષ 2009 માં, તેને આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં શ્રીમતી ઈન્ડિયા ગ્લોબલનો ખિતાબ મળ્યો હતો. શ્રીમાનો પોતાનો ફેશન અને લાઈફસ્ટાઈલ બ્લોગ પણ છે.

શ્રીમા સુંદર હોવા છતા ક્યારેય ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું નહીં પરંતુ તે ખૂબ જ ફેશનેબલ અને સ્ટાઇલિશ છે. ફેશન અને સ્ટાઈલની વાત કરીએ તો શ્રીમા ઘણી વાર તેની નણંદ એશ્વર્યા રાય બચ્ચનને પણ મદદ કરે છે.

શ્રીમા રાય હંમેશાં તેમના બંને પુત્રો અને પતિ આદિત્ય સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં, તેણે એક તસવીર સાથે તેની લવ સ્ટોરી પણ શેર કરી છે. શ્રીમાએ કહ્યું હતું કે તે કેવી રીતે તેના પતિ આદિત્યને મળે છે.

પોતાની લવ સ્ટોરી શેર કરતાં શ્રીમાએ કહ્યું કે, ‘હું 20 ના દાયકાની શરૂઆતમાં આદિત્યને મળી હતી. અમે એક ફેમિલી ડિનર પાર્ટીમાં મળ્યા હતા. અમારા બંનેની કેટલાક કોમન મિત્રો દ્વારા ઓળખાણ થઈ હતી. અમારી વચ્ચે વાતો શરૂ થઈ અને અમે 1 વર્ષ પછી સગાઈ કરી હતી. આ પછી, હું અને આદિત્ય મુંબઈ શિફ્ટ થયા હતા.

શ્રીમાએ એ પણ કહ્યું કે તે ઘણી રીતે પતિથી અલગ છે. તેણે જણાવ્યું હતું કે, ‘આદિત્યની હાઈટ વધારે છે તો હું બટકી છું. હું ખુબજ બોલકણી છું, તે ખુબજ ઓછું બોલે છે. પરંતુ, અમે સાથે છીએ અને ખૂબ ખુશ છીએ. અમારી કેટલીક પસંદગીઓ પણ એક સમાન છે. જેમ કે અમને સુશી, પિઝા, ગોવા અને મંગ્લોર ખૂબ ગમે છે. અમે બંને અમારા બાળકોના ભવિષ્ય વિશે વિચારીએ છીએ.

શ્રીમા તેની નંણદ એશ્વર્યા રાય બચ્ચન સાથે પણ એક અલગ બોન્ડ ધરાવે છે. અગાઉ ગુજરાત લાઈવને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રીમાએ કહ્યું હતું કે, ‘એશ્વર્યા સુપરસ્ટાર પછી છે અને પહેલા તો એ મારી નંણદ છે.

પરંતુ, હું એશ્વર્યા અને અભિષેકને કામ પર હોવાના કારણે વધારે મળી શકતી નથી. પરંતુ અભિષેક માટે હું કહીશ કે તે ખૂબ જ મજેદાર માણસ છે. આ સાથે જ શ્રીમાએ એમ પણ કહ્યું છે કે એશ્વર્યા ગમે તેટલી પ્રખ્યાત હોય, પણ ઘરમાં તેના સ્ટારડમને લઈને તે ક્યારેય કોઈ વાત નથી કરતી. મારા બાળકો માટે તે ‘ગુલુ મામી’ છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રીમાએ પણ સ્વીકાર્યું છે કે તેમને પણ ફિલ્મની ઓફર મળી હતી, પરંતુ, તેમને એ ફિલ્મનો વિષય પસંદ ન હતો. પોતાની પસંદગીના સ્ટાર્સ વિશે પૂછતા તેણે કહ્યું હતું કે માધુરી દીક્ષિત અને શાહરૂખ ખાનને ખૂબ પસંદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *