અક્ષય કુમારે આપી આ અભિનેતાને ચેલેન્જ, કહ્યું- તું જન્મ્યો ત્યારથી હું એકશન ફિલ્મો કરી રહ્યો છું…

Bollywood

અક્ષય કુમારનું એક ટ્વિટ ચર્ચાનો વિષય બની ગયું છે. તેણે ટાઈગર શ્રોફને ચેલેન્જ આપી છે. આ ટ્વીટમાં તેણે ટાઈગર માટે લખ્યું છે કે જે વર્ષે તારો જન્મ થયો એ જ વર્ષે મેં ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું . તું હજી હરીફાઈ કરવા માંગે છે છોટે મિયાં? ચાલો તો થઇ જાય ફુલ ઓફ એકશન.

બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર ટૂંક સમયમાં જ અન્ય એક્શન હીરો ટાઈગર શ્રોફ સાથે શૂટિંગ કરવા જઈ રહ્યો છે. બંને ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મ 24 વર્ષ પહેલા 1998માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન અને ગોવિંદાની ફિલ્મ બડે મિયાં છોટે મિયાંની રિમેક હશે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થશે. મેકર્સનો દાવો છે કે આ સૌથી મોટી એક્શન એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ હશે.

ફિલ્મની જાહેરાત પહેલા જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની રિમેકની જાહેરાત થઈ શકે છે. ટાઈગર શ્રોફે એક વીડિયો શેર કર્યો હતો જેમાં અમિતાભ અને ગોવિંદાની ફિલ્મ બડે મિયાં છોટે મિયાંના કેટલાક સીન બતાવવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે 24 વર્ષ પહેલા અમે બે મજબૂત કલાકારોને સાથે જોયા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે હવે મોટી જાહેરાત કરવામાં આવશે. ત્યારથી આ ફિલ્મની રિમેકને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી.

આ પહેલીવાર હશે જ્યારે અક્ષય અને ટાઈગર એકસાથે ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરશે. પૂજા એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હેઠળ નિર્મિત આ ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ, વિકી ભગનાની, અલી અબ્બાસ ઝફર અને હિમાંશુ કિશન મેહરા કરશે. આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *