તાજેતરમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ઘણા અહેવાલો અનુસાર, બંને સ્ટાર્સના વેડિંગ ગેસ્ટનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે, રણબીરની બેચલર પાર્ટીનું લિસ્ટ પણ રિલીઝ થઈ ગયું છે અને આ મહિને રણબીર અને આલિયા લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્નની વાત આવે ત્યારે લોકોના મનમાં હનીમૂનની ચર્ચા તો હોય. ત્યારે આલિયા ભટ્ટ સાથે ભૂતકાળમાં જોડાયેલા એક સમાચાર પર ચર્ચા શરૂ થઈ છે, જેમાં આલિયા ભટ્ટે પોતાની ફેવરિટ સેક્સ પોઝિશન અને પોતાની જિંદગી સાથે જોડાયેલા કેટલાક તથ્યો પર વાત કરી હતી.
જો કે, રણબીરની પિતરાઈ કરીનાના પિતા અને અભિનેતા રણધીરે જણાવ્યું છે કે તેમને આ લગ્ન વિશે કોઈ જાણકારી નથી. એ જ રીતે રણબીર અને આલિયાએ પણ અત્યાર સુધી આ મામલે હજુ કોઈ નિવેદન આપ્યું નથી. જો કે તેમ છતાં આ કપલના લગ્ન સાથે જોડાયેલા અનેક સમાચાર સતત સામે આવી રહ્યા છે.
આલિયા અને રણબીરનો સંબંધ લગભગ ચાર વર્ષ જૂનો છે. રણબીર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરી રહ્યા છે અને આ જ ફિલ્મના સેટ પરથી બંને વચ્ચે રોમાંસના અહેવાલ આવ્યા હતા. જોકે આલિયાએ કરણ જોહરના શોમાં કહ્યું હતું કે રણબીર કપૂર તેનો મોટો ક્રશ છે.
આલિયાએ જણાવ્યું હતું કે જ્યારે તેણે રણબીરને ફિલ્મ રોકસ્ટારમાં જોયો હતો, ત્યારથી તે તેની ફેન બની ગઈ હતી. જો કે તેના સિવાય આલિયાએ એક ઈન્ટરન્યૂમાં પોતાની સેક્સ લાઈફ વિશે પણ વાત કરી છે. આલિયાને આ ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, તમારી ફેવરિટ સેક્સ પોઝિશન કઈ છે. આ સવાલના જવાબમાં આલિયાએ જણાવ્યું હતું કે મને ક્લાસિક મિશનરી પોઝિશન પસંદ છે.
આલિયાએ જણાવ્યું હતું કે આવું એટલા માટે છે કારણ કે તે તેના અંગત જીવનમાં પણ એક સરળ વ્યક્તિ છે. આલિયાએ એમ પણ જણાવ્યું હતું કે, જો મને તક મળશે તો હું 18 વર્ષની ઉંમરના બદલે 50 વર્ષના વ્યક્તિને ડેટ કરવાનું વધુ પસંદ કરીશ. આલિયાને એમ પણ પૂછવામાં આવ્યું કે જો તમારા બોયફ્રેન્ડનો ફોન અનલોક પડેલો મળી જાય તો તમે શું કરવાનું પસંદ કરશો? આ સવાલના જવાબ પર આલિયાએ કહ્યું હતું કે હું મારા બોયફ્રેન્ડના ફોનનું લોક ખોલવા માટે પાસવર્ડનો ઉપયોગ કરવાનું પસંદ કરીશ.
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયાની ફિલ્મોએ છેલ્લા કેટલાક સમયમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તે સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં જોવા મળી હતી. તેના સિવાય તે રાજામૌલીની ભવ્ય ફિલ્મ RRRમાં પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂકી છે. બંને ફિલ્મોમાં ખાસ કરીને RRR એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.