બોલીવૂડ થી નારાજ અલ્લુ અર્જુન, બોલિવૂડમાં કામ કરવા માટે મૂકી મોટી શરત.

Bollywood

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુને ઘણી હિટ ફિલ્મો આપીને પોતાના ફેન્સને દિવાના બનાવ્યા છે. તેની ફિલ્મો માત્ર સાઉથમાં જ હિટ નથી, પરંતુ તેની ફિલ્મો હિન્દી દર્શકોને પણ પસંદ આવે છે. કદાચ આ જ કારણ છે કે તે બોલિવૂડ સ્ટાર્સને સ્પર્ધા આપી રહ્યો છે.

હિન્દી વર્ઝનમાં તેની ફિલ્મો દર્શકોને ખૂબ પસંદ આવી છે અને થોડા સમય પહેલા તેની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ હિન્દી ભાષામાં રિલીઝ થઈ હતી. ફિલ્મના હિન્દી સંસ્કરણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી અને રેકોર્ડ પણ તોડ્યા છે. તેથી આ દર્શાવે છે કે તેના ચાહકો માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ફેલાયેલા છે, આવી સ્થિતિમાં, બોલીવુડના ફિલ્મ નિર્માતાઓ અલ્લુ અર્જુન સાથે કામ કરવા માંગે છે. પરંતુ અલ્લુ અર્જુન અત્યારે બોલિવૂડમાં પગ મૂકવાના મૂડમાં નથી. તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં બોલિવૂડ ડેબ્યૂ વિશે વાત કરી છે.

તેણે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “મને એક ફિલ્મની ઓફર મળી છે પરંતુ મને તે વધુ ગમી નથી. હું હિન્દી ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર છું પરંતુ માત્ર એક સારી વાર્તા હોવી જરૂરી છે.” તેણે આગળ કહ્યું, “જો કોઈ મારી પાસે ફિલ્મ નું કામ લઈને આવવા માંગે છે, તો તેણે આવી જ ઑફર્સ લઈને આવવી જોઈએ જેમાં નાયક મુખ્ય ભૂમિકામાં હોય. આ સિવાય, મને કોઈ પણ બાબતમાં રસ નથી, મારે અન્ય કોઈ રોલ જોઈતો નથી. મોટા સ્ટારે બીજી ભૂમિકા ભજવવી જોઈએ તેવું કહેવાનો કોઈ અર્થ નથી. કારણ કે તેનાથી ફિલ્મને નુકસાન થાય છે.”

અલ્લુ અર્જુન ‘બન્ની’, ‘આર્યા’, ‘દેસામુદુરુ’, અલા બૈકુંથપુરરામુલુ’ જેવી ફિલ્મો માટે જાણીતો છે. તેની છેલ્લી ફિલ્મ ‘પુષ્પા’ 17 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.