‘તુમ તો ઠહરે પરદેશી..’ ગાઈને રેકોર્ડ બનાવનાર અલ્તાફ રાજા, જાણો કયાં છે આજ-કાલ?

Bollywood

આપણો હિન્દી ફિલ્મ ઉદ્યોગ પણ બહુ વિચિત્ર છે. અહીં કેટલાક સિતારાઓનું ભાગ્ય રાતોરાત ચમકે છે અને કેટલાક વિસ્મૃતિના અંધકારમાં ખોવાઈ જાય છે. અત્યાર સુધી બોલિવૂડમાં આવા ઘણા સ્ટાર્સ આવ્યા છે, જેમણે એક સમયે દર્શકોના દિલ પર ઘણું રાજ કર્યું હતું, પણ પછી એવો સમય પણ આવ્યો કે તેઓ દર્શકોની નજરમાંથી ક્યારે ગાયબ થઈ ગયા, તેની કોઈને ખબર પણ ન પડી. આવા જ સ્ટાર્સમાંથી એક છે પ્રખ્યાત ગાયક અલ્તાફ રાજા, જેણે એક સમયે પોતાના ગીતોથી લોકોમાં ઘણી લોકચાહના મેળવી હતી. એટલું જ નહીં, અલ્તાફના ગીતો એટલા પ્રખ્યાત હતા કે દરેક ગલી-મહોલ્લામાં. બસ કે ઓટોની મુસાફરીમાં માત્ર તેનો અવાજ જ સંભળાતો હતો.

વર્ષ 1994 માં, અલ્તાફ રાજાનું ગીત ‘તુમ તો ઠહરે પરદેસી …. ગીત રીલીઝ થતાની સાથે જ સુપરહીટ થઈ ગયું હતું. આ ગીતની કુલ 70 લાખ કેસેટ રાતોરાત વેચાઈ ગઈ હતી. 90 ના દાયકામાં આવેલા આ ગીતનો ક્રેઝ એવો હતો કે તેની કેસેટ બજારમાં આવતાની સાથે જ વેચાઈ જતી અને પરિસ્થિતિ એવી હતી કે લોકો આ કેસેટ ખરીદવા માટે તેમના શહેરથી બીજા શહેરમાં પહોંચતા હતા. એટલું જ નહીં, આ ગીતએ ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ’માં પણ પોતાનું નામ નોંધાવ્યું છે કારણ કે હિન્દી આલ્બમના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હતું કે ગીતની આટલી બધી કેસટો વેચાઈ હતી.

તમને જણાવી દઈએ કે અલ્તાફ રાજાના ચાહકો એટલા બધા હતા, કે જેમ આજે અરીજીત સિંહના છે. પણ સમય ક્યારે તમને પાછળ છોડી દે એ કોઈ કહી શકતું નથી. જોકે, હવે અલ્તાફ રાજા લાઈમલાઈટની દુનિયાથી ખૂબ દૂર છે. તો ચાલો તમને જણાવીએ તેમના જીવન સાથે જોડાયેલી ખાસ વાત, જે તમે ભાગ્યે જ જાણતા હશો.

માત્ર 18 વર્ષની ઉંમરે કારકિર્દી શરૂ કરનાર અલ્તાફે સંગીતનો અભ્યાસ કર્યો અને ઘણા એવોર્ડ જીત્યા અને લોકોને કવ્વાલીનું નવું વર્ઝન પણ બતાવ્યું. બહુ ઓછા લોકોને ખબર હશે કે અલ્તાફ રાજાના પિતા એક મહાન કવ્વાલી ગાયક હતા અને અલ્તાફ તેમના પિતાના ગીતો સાંભળીને મોટા થયા હતા. આવી સ્થિતિમાં સંગીત વિશે તેમનામાં એક અલગ જ ઉત્સાહ હતો.

જો કે, તેની કારકિર્દીમાં થોડો વિરામ લીધા પછી, અલ્તાફે વર્ષ 2010 માં ફિલ્મ ‘ટૂનપુર કા સુપરહીરો’ સાથે પુનરાગમન કર્યું અને પછી થોડો સમય બ્રેક લીધા પછી, તેણે વર્ષ 2013 માં ફિલ્મ ‘ઘનચક્કર’ માં પણ ગાયું. તમને જણાવી દઈએ કે અલ્તાફનો ક્યારેય પ્લેબેક સિંગર બનવાનો ઈરાદો નહોતો. તે ગઝલ ગાયક બનવા માંગતો હતો. પણ તેની માતાએ તેને સમજાવ્યું કે ગઝલની દુનિયામાં થોડા સમય પછી જ નામ હશે અને ત્યાં સુધી તેણે પોતાનું નામ બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે. પછી તેની માતાની સમજાવટ બાદ અલ્તાફે ફિલ્મોમાં ગાયન તરફ વળ્યા અને ફિલ્મ ‘શપથ’ થી તેની સુવર્ણ કારકિર્દીની શરૂઆત કરી. આ ફિલ્મમાં તે જેકી શ્રોફ અને મિથુન ચક્રવર્તી સાથે પોતાનું ગીત ગાતી વખતે કેટલાક દ્રશ્યોમાં પણ જોવા મળ્યો હતો.

પરંતુ પછી એક સમય એવો આવ્યો જ્યારે બોલિવૂડના અન્ય ગાયકોએ લોકોના દિલ પર રાજ કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે અલ્તાફ રાજા લોકોની નજર અને પ્રસિદ્ધિથી દૂર થવા લાગ્યા. જોકે, થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે અલ્તાફ રાજા તેમના સૌથી લોકપ્રિય ગીત ‘તુમ તો ઠહરે પરદેસી …’ ના બીજા ભાગ પર કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, પ્રેક્ષકો તેમના આ નવા ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.