બોલિવૂડની જાણીતી અભિનેત્રી અમૃતા સિંઘનું નામ સૈફ અલી ખાન પહેલા દિગ્ગજ અભિનેતા સની દેઓલ અને ભારતના જાણીતા ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે પણ જોડાયુ હતું. સની દેઓલ અને અમૃતા સિંઘે 1983 માં એક ફિલ્મની હિંદી ફિલ્મમાં પર્દાપણ કર્યું હતું. બંનેની પહેલી ફિલ્મ હતી ‘બેતાબ’. સાથે કામ કરવા દરમિયાન બંનેના અફેરને હવા મળી હતી પણ આ એક અફવા જ રહી ગઈ હતી, બંનેના સંબંધને લઈને વધારે કઈ બહાર નહોતું આવ્યું.
સની દેઓલ પછી અમૃતા સિંહ નામ રવિ શાસ્ત્રી સાથે જોડાયું હતું. 80-90ના દશકામાં બંનેના અફેરે ખુબ ચર્ચા જગાવી હતી. બંનેના અફેરનો ખુલાસો એક મેગેઝીન દ્વારા થયો હતો. એક મેગેઝીનના ફોટોશૂટ માટે બંને સાથે આવ્યા હતા. રવિ અને અમૃતાએ ફોટોશૂટની મદદથી તેમના સબંધ પર મોહર મારી હતી.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ વાતનો દાવો પણ કરવામાં આવ્યો હતો કે, બંને તેમના સંબંધને લઈને ખુબજ ગંભીર છે. બંને સાત ફેરા લઈને હંમેશાં એક બીજાની સાથે રહેવા માંગે છે, આ દરમિયાન બંનેએ સાગાઇ પણ કરી લીધી હતી. પરંતુ આ સગાઈ લગ્ન સુધી ન પહોંચી. એવું પણ કહેવાય છે કે, લગ્ન સુધી વાત પહોંચે એ પહેલા જ તેમના સંબંધમાં તિરાડ પડી ગઈ હતી.
અમૃતા સાથે સબંધ તૂટ્યા પછી એક ઇન્ટરવ્યૂમાં રવિ શાસ્ત્રીએ એવું કહીને બધાને ચોંકાવી દીધા કે મારે ફિલ્મોમાં કામ કરે એવી પત્ની નથી જોઈતી. બીજી તરફ અમૃતા સિંહએ એક ઈન્ટરવ્યું દરમિયાન રવિ શાસ્ત્રીને જવાબ આપતા કહ્યું હતું કે હાલના સમયમાં મારી ફિલ્મી કેરિયર જ મારી પ્રાથમિકતા છે પણ આવનારા કેટલાક વર્ષો પછી હું ફૂલ ટાઇમ મધર અને પત્ની બનવાનું પસંદ કરીશ.
અમૃતા સિંહનું નામ અભિનેતા વિનોદ ખન્ના સાથે પણ જોડાઈ ચૂક્યું છે. વર્ષ 1989 માં આવેલી ફિલ્મ ‘બંટવરા’ માં વિનોદ અને અમૃતાની સાથે કામ કર્યું હતું. આ સમય પછી બંનેના અફેરના સમાચારો ઉડ્યા હતા, ખૂબ જ ઓછા સમયમાં આ સબંધનો પણ અંત આવ્યો.
રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહ બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ચુક્યા છે. વર્ષ 1990 માં રવિ શાસ્ત્રીએ ઋતુ સાથે લગ્ન કરી લીધા હતા અને અમૃતા સિંહ એ સમયે અભિનેતા સૈફ અલી ખાનના પ્રેમમાં પડી ચુકી હતી. પોતાનાથી 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે અમૃતા સિંહએ 1991 માં લગ્ન કર્યાં હતાં. બંનેને હવે બે બાળકો પણ છે, દીકરાનું નામ ઇબ્રાહિમ અલી ખાન અને દીકરીનું નામ સારા અલી ખાન છે. પરંતુ લગ્નના 13 વર્ષ પછી અમૃતા અને સૈફ અલી ખાન બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. વર્ષ 2004 માં બંનેના છૂટાછેડા પછી સબંધનો અંત થઇ ગયો હતો.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.