લાખોની ઉપજ મેળવવા ગુજરાતના વૃદ્ધ ખેડૂતે કર્યો દેશી જુગાડ, ખેતરમાં ઉભા પાકને બચાવવા ખેતર વચ્ચે મૂકે છે પાણીનું કુંડુ.

Technology

ઉમરેઠના બેચરી ગામમાં વૃદ્ધ ખેતીની સાથે નવીનતમ પ્રયોગ પણ કરી રહ્યા છે. આવા પ્રયોગ કરીને તેઓ સારી આવક પણ મેળવી રહ્યા છે. હવે વૃદ્ધ ખેડૂત શિયાળુ શિમલા મરચાની ઓર્ગેનિક રીતે ખેતી કરી રહ્યા છે. ભગવતભાઈ પટેલે પોતાની 8 વીઘાની જમીનમાં 30 હજારના ખર્ચે ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. તેમણે શિમલા મરચાની સફળતાપૂર્વક ખેતી કરતા હવે તેમને સારો ફાયદો મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ અગાઉ ભગવતભાઈ તમાકુની ખેતી કરતા હતા. તે સમયમાં રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતના સંદેશ બાદ તેમણે મરચાની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. હાલમાંઅને હવે આ ગામથી શિમલા મરચા દિલ્લી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હૈદરાબાદ સહિતના અન્ય રાજ્યમાં મોકલવામાં આવે છે.

મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને તેના ઉમરેઠ તાલુકાના ગ્રામીણ વિસ્તાર બેચરી ગામના વૃધ્ધ ખેડૂતનો ખેતી કરવાનો પ્રયાશ આજે વૃધ્ધ અવસ્થામાં પણ અકબંધ છે. વૃધ્ધ અવસ્થામાં પણ ખેતીના વ્યવસાયમાં નવીનતમ પ્રયોગ કરીને સારામાં સારી આર્થિક કમાણી બેચરી ગામના વૃધ્ધ ખેડૂત કરી રહયા છે. આ વર્ષે આ વૃધ્ધ ખેડૂતે શિયાળુ સિમલા મરચાની ખેતી કરી છે અને તે પણ ઓર્ગેનિક પદ્ધતિથી, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરીગામના વૃધ્ધ ખેડૂત ભગવતભાઈ પટેલ તેમની 8 વીઘા જમીનમાં વીઘા દીઠ 30 હજાર રૂપિયા જેટ્લો ખર્ચ કરી ઓર્ગેનિક પધ્ધતી અપનાવી આ વર્ષે તેમણે સિમલા મરચાની સફળતા પૂર્વક ખેતી કરી છે. ભગવતભાઈ ને આ વર્ષ શિયાળુ મરચાની ખેતીમાં સારામાં સારો લાભ થયો છે.

ખેતીમાં પહેલા તે તમાકુની ખેતી કરતા હતા પણ તમાકુ લોકોને હાનિકારક હોવાથી દેશી ગાય આધારિત રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજીની કુદરતી ખેતી કરવાના સંદેશને અનુસરી આ વર્ષ કુદરતી દેશી ગાય આધારીત મરચાની ખેતી કરી સારામાં સારી કમાણી કરી રહ્યા છે.

ગત વર્ષે કોરોના મહામારીના લીધે માર્કેટમા કોઇપણ શાકભાજીના ભાવ નહોતા. આ વર્ષે કોરોના મહામારી સામાન્ય થતા ગત વર્ષની આવક આ વર્ષે ભરપાઇ થઇ જશે અને સારા ભાવ પણ મળી રહ્યા છે. આ મરચાની ખેતીમાં રાત્રી દરમ્યાન જીવજંતુ ના પડે તે માટે સોલાર સિસ્ટમની લાઇટ સાથે ખેતર વચ્ચે પાણીનુ કુંડુ ભરી મુકવામાં આવ્યું છે. આ પધ્ધતિ અપનાવવાથી સોલારની લાઇટ આખી રાત ચાલુ રહે છે અને તેમાં પાણી ભરીને મુકવાથી જીવ જંતુ પાણીમાં બેસે છે. જેથી મરચાના છોડને ખરાબ થતો અટકાવી શકાય.

નાનકડા બેચરી ગામના સિમલા મરચાં રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, હૈદરાબાદ જેવા રાજ્યોમાં વેપારી મારફતે મોકલવામાં આવે છે અને સારો એવો ભાવ પણ મળી રહે છે. આમ તો ઓર્ગેનિક ખાતરથી કરાયેલ કોઇપણ પાકમાં સારો ભાવ મળેજ છે અને તેને ખાવાથી કોઇપણ રોગ કે નુકશાન પણ થતુ નથી.

Leave a Reply

Your email address will not be published.