જો હું ગરીબ હોઉં તો શું 10 હજારમાં વેચાઇ જઈશ : અંકિતા પર VIP ને સ્પાની સેવા આપવાનું દબાણ હતું, મિત્ર સાથેની ચેટમાંથી ખુલાસો થયો
અંકિતા ભંડારી, ઉંમર 19 વર્ષ. 28મી ઓગસ્ટે ઉત્તરાખંડના ઋષિકેશમાં વનંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું . અંકિતાની લાશ શનિવારે સવારે કેનાલમાંથી મળી આવી હતી. હત્યાનો બનાવ બન્યો છે. આરોપ રિસોર્ટના માલિક પુલકિત આર્ય, મેનેજર સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તા પર છે.
ભાસ્કર ગ્રૂપે અંકિતાની કેટલીક ચેટ્સ શોધી કાઢી. જેમાં અંકિતાએ તેના મિત્રને જણાવ્યું કે તેની પર રિસોર્ટમાં આવવા વાળા VIP લોકોને સ્પા કરવાનું દબાણ કરવામાં આવતું હતું. તેની સાથે બળજબરી કરવામાં આવી હતી અને 10 હજારમાટે પ્રોસ્ટિટ્યૂટર બનવાની લાલચ આપી હતી. અંકિતાને કહેવામાં આવ્યું હતું કે VIP નું ધ્યાન રાખવાનું છે જો તે આમ નહીં કરે તો તેને કાઢી મૂકવામાં આવશે.
17મી સપ્ટેમ્બરે મિત્ર સાથે વાત કરી
આ ચેટ અંકિતાનો મૃતદેહ મળ્યો તેના 7 દિવસ પહેલા 17 સપ્ટેમ્બરની છે. 18 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યાની આસપાસ રિસોર્ટના માલિકો પુલકિત, સૌરભ અને અંકિતત્રણેય અંકિતાના રૂમમાં ગયા. અંકિતા જોર જોરથી રડી રહી હતી અને મદદ માટે ચીસો પાડી રહી હતી. પુલકિત આર્ય ભાજપના નેતા અને પૂર્વ મંત્રી વિનોદ આર્યના પુત્ર છે. ત્રણેય આરોપી 18 સપ્ટેમ્બરની સાંજે અંકિતાને બાઇક પર લઈ ગયા હતા. તેઓ પાછા આવ્યા ત્યારે અંકિતા તેમની સાથે ન હતી. આ વાત રિસોર્ટના એક કર્મચારીએ જણાવી હતી.
પોલીસે ઋષિકેશના રસ્તાઓ પર લગાવેલા સીસીટીવી કેમેરાના વીડિયો ચેક કર્યા. એવું જોવા મળ્યું કે 4 લોકો રિસોર્ટમાંથી નીકળ્યા હતા અને 3 પાછા આવ્યા. અંકિતાના ગુમ થયાની ફરિયાદ 19ના રોજ નોંધાઈ હતી.
બીજી વખત વાત ન થતા મિત્રએ ફોન કર્યો, આરોપીએ કહ્યું કે અંકિતા સૂઈ રહી છે.
અંકિતા સાથેની ચેટ તેના જમ્મુમાં રહેતા મિત્ર દ્વારા ભાસ્કર ગ્રુપ સાથે શેર કરવામાં આવી હતી. અમે મિત્રની ઓળખ જાહેર કરતા નથી. તે અંકિતા સાથે રોજ વાત કરતો હતો. 18 સપ્ટેમ્બરની સાંજે જ્યારે તેણે અંકિતા સાથે વાત ન કરી ત્યારે તેને સમજાયું કે શું ખોટું છે. તેણે રિસોર્ટના માલિક પુલકિતને ફોન કર્યો પરંતુ તેણે જવાબ આપ્યો કે અંકિતા તેના રૂમમાં સૂઈ રહી છે. બીજા દિવસે પુલકિતનો ફોન સ્વીચ ઓફ આવ્યો. ત્યારબાદ તેના મિત્રો ઋષિકેશ પહોંચ્યા અને મીડિયાને અંકિતાનો મામલો ઉઠાવવાની વિનંતી કરી.
અમારી પાસે તે ચેટના સ્ક્રીનશોટ છે. જે દર્શાવે છે કે અંકિતા પર મહેમાનોને સ્પા આપવાનું દબાણ હતું.
17 સપ્ટેમ્બર (અંકિતા ગુમ થવાના એક દિવસ પહેલા)
સમય-9.35 કલાક
અંકિતા– આ રેસોર્ટમાં ઇન્સિક્યોર ફીલ થાય છે. હું શું કહું, અંકિત મારી પાસે આવ્યો અને કહ્યું કે મારે વાત કરવી છે. પછી હું તેની સાથે ગઈ.
મિત્ર – મને ફોન કરીને કે શું થયું છે?
અંકિતા – અવાજ નહીં આવે
મિત્ર – સારું તો મેસેજમાં કહે
અંકિતા– તેઓએ કહ્યું કે સોમવારે VIP મહેમાનો આવે છે, તેમને એક્સ્ટ્રા સર્વિસ જોઈએ છે. મેં કહ્યું હું શું કરૂ ? તો મને કહ્યું કે તું કહેતી હટી કે તું સ્પા વગેરે કરીશ. મેં કહ્યું કે એક્સ્ટ્રા સર્વિસની વાત હતી, સ્પાની વાત ક્યાંથી આવી? પછી મને કહ્યું કે ગવાર લોકો જેવી વાત ના કર, ગેસ્ટ જોઈ રહ્યા છે
મિત્ર – તે સ્પા વિશે શું કહ્યું?
અંકિતા– અંકિતે કહ્યું કે હું એમ નથી કહેતો કે તમે કરો, પરંતુ જો તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો જણાવજો , તેઓ 10 હજાર રૂપિયા આપવા તૈયાર છે.
મિત્ર – તેમને કહી દે કે હું સારા પરિવારમાંથી છું, હું આવી સર્વિસ ના આપી શકું,
અંકિતા– હા, મેં તે લોકોને કહ્યું કે હું ગરીબ પરિવારમાંથી છું, તો તમે કેવી રીતે વિચાર્યું કે મને 10 હજારમાં વેચાઇ જઈશ . મને લાગે છે કે તેણે મને બીજી છોકરી વિશે એટલે કહ્યું કે હું પૈસાની લાલચમાં આવીને મણિ જઈશ. એક્સ્ટ્રા સર્વિસ એટલે સેક્સુઅલ રિલેશન.
મિત્ર – હા એ ખબર છે.
અંકિતા– આ આર્યાએ સૌરભ બિષ્ટને પણ પોતાના રૂમમાં બોલાવ્યો અને લગભગ એક કલાક સુધી વાત કરી. આટલું કહ્યા પછી અંકિતે કહ્યું- સર (આર્યા)ને ન કહેતી, પણ હું જાણું છું કે આર્ય બધું જ જાણે છે. તે ત્રણેયએ હેતુપૂર્વક આમ કહ્યું, જેથી હું તેમના પૈસા માટે હા કહી શકું.
મિત્ર – એ લોકોને કહી દે આવી ઑફર ન આપે
અંકિતા– હવે એવું કઈ કહ્યું તો હું આ કામ નહીં કરું. આ એક ગંદી હોટેલ છે. રિસોર્ટમાં એક માણસ હતો જેણે મને ગળે લગાવ્યો. તેણે દારૂ પીધો હતો. હું કશું બોલી નહીં. અંકિતે પણ કહ્યું કે કશું બોલતી નહીં, લડાઈ થઇ જશે .
મિત્ર – કોણ છે તે , તેનો નંબર આપ. હું તમને રૂબરૂ મળીશ
અંકિતાએ રિસોર્ટના એક કર્મચારી સાથે વાત કરી. એક ઓડિયો ક્લિપ પણ મળી આવી હતી. જેમાં અકિંતા ચીસો પાડીને તેની બેગ ઉપર લાવવાનું કહી રહ્યો છે
બે દિવસ સુધી મામલો દબાવવાનો પ્રયાસ, ગુમ થયાનો કેસ નોંધાયો
પૌડી જિલ્લાના પત્રકાર વિજય રાવત કહે છે કે મને આ ઘટના વિશે 20 તારીખે ખબર પડી. અંકિતાના પિતા પરેશાન હતા અને એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનમાં ભટકતા હતા. વહીવટીતંત્રમાં તેમની વાત સાંભળનાર કોઈ નહોતું. એ જ દિવસે અંકિતાના મિત્રે મારો સંપર્ક કર્યો. તેમના પ્રયાસોથી આ ઘટનામાં જાતીય શોષણનો ખુલાસો થયો હતો.
ઉત્તરાખંડના અંતરિયાળ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે મહેસૂલ વિભાગ જવાબદાર છે. પટવારીએ શરૂઆતના બે દિવસ સુધી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને અંકિતાને ગુમ થયાનો મામલો ગણાવ્યો હતો.
રિસોર્ટના એક સ્ટાફ મેમ્બરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે 18 સપ્ટેમ્બરે રાત્રે લગભગ 8 વાગે અંકિતે મને ફોન કર્યો અને 4 લોકો માટે ડિનર બનાવવાનું કહ્યું. લગભગ 10:45 વાગ્યાની આસપાસ તે આવ્યો અને કહ્યું કે હું જમવાનું લઈને અંકિતાના રૂમમાં જઈશ. મેં કહ્યું કે સર્વિસબોય કામ કરશે પણ તેણે ન માન્યું . બીજા દિવસે ખબર પડી કે અંકિતા ગુમ છે. તેની બેગ, ખાવાનું અને પૈસા રૂમમાં જ રહી ગયા હતા. અંકિતાની હત્યા માટે પુલકિત આર્યની ધરપકડ કરવામાં આવી છે. પુલકિતની સાથે રિસોર્ટના સંચાલકો સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી છે.
અંકિતા ઓગસ્ટમાં જ રિસોર્ટમાં જોડાઈ હતી.
અભ્યાસમાં હોશિયાર, અંકિતાએ 88% માર્ક્સ સાથે 2020માં ધોરણ 12માં ટોપ કર્યું. આ પછી તેણે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો. 28 ઓગસ્ટના રોજ, તેણે ઋષિકેશના વનંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
સીએમ ધામીએ તમામ ડીએમને ગેસ્ટ હાઉસની તાપસ કરવા કહ્યું , નૈનીતાલમાં 5 રિસોર્ટ સીલ કર્યા
અંકિતા મર્ડર કેસ બાદ શનિવારે રાજ્ય સરકારે નૈનીતાલના ધનાચુલીમાં 5 રિસોર્ટ સીલ કરવાનું કહ્યું હતું. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તમામ ડીએમને પોતપોતાના વિસ્તારમાં રિસોર્ટ અને ગેસ્ટ હાઉસની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ અંકિતાના પિતા સાથે ફોન પર વાત કરી અને હત્યાની તાત્કાલિક તપાસની ખાતરી આપી. તેમણે કહ્યું કે ગુનાગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે આવા ગુનાઓને અંજામ આપનારાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થશે.