તારાપુર ચોકડી પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત, ચા પીવા ઉભેલા ત્રણ જણા કચડાઈ જતા કરૂણ મોત, 5 ઈજાગ્રસ્ત

News

રાજ્યમાં અકસ્માતોની વણઝાર વચ્ચે આણંદના તારાપુર મોટી ચોકડી પાસે આજે વહેલી સવારે એક ગોઝારા અકસ્માત થયો છે. જેમાં 3 લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે. તારાપુર મોટી ચોકડી પર ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. આ ગોઝારા અકસ્માતમા 3 વ્યકિતઓના મોત થયા છે.
ભારત સહિત દુનિયાના 3 દેશોમાં ભયાનક ભૂકંપ, શું તેનું કારણ ચંદ્રગ્રહણ છે? જાણો ચંદ્રગ્રહણ-ભૂકંપનું કનેક્શન

મહત્વનું છે કે, ચાની લારી પર ચા પીવા ઉભેલા ત્રણ જણા કચડાઈ જતા કરૂણ મોત નિપજ્યાં છે, જ્યારે 5 વ્યકિત ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં તારાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મુકેશ અંબાણીની કારના કાફલામાં છે એક થી એક ચડિયાતી ગાડી, ગાડી અને તેની કિંમત જાણી ને ચોકી જશો તમે

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગત મોડી રાત્રે આણંદની તારાપુર મોટી ચોકડી પર ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકો અમરેલીના રાજુલાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં બે બાળકો અને એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.