ટીવી ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો! અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું હાર્ટ એટેકથી મોત, જીમમાં કસરત કરતી વખતે હાલત બગડી

News

ભારતીય ટીવી ઇંડસ્ટ્રી માટે આ વર્ષ ખૂબ મુશ્કેલ રહ્યું છે. સ્ટારની આ દુનિયાએ ગત મહિનામાં ઘણા યંગ સ્ટારને અચાનક ગુમાવી દીધી છે. અત્યારે એક્ટર્સ ‘ભાભી જી ઘર પર હૈ’ (Bhabi Ji Ghar Par Hai) સીરિયલના ‘મલખાન’ (Malkhan) એટલે કે ‘દીપેશ ભાન’ (Deepesh Bhan) અને કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ (Raju Srivastav Death) ની ડેથથી બહાર નિકળ્યા નથી અને વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઇએ કે વધુ એક યંગ એક્ટરનું હાર્ટ એટેકથી મોત થયું છે અને તેના વિશે હાલ અહેવાલ પ્રાપ્ત થયા છે. આવો જાણીએ કે આ એક્ટર કોણ છે અને તેની સાથે શું થયું…
જીમમાં જે લોકો રાત્રે કસરત કરે છે તે થઈ જાવ સાવધાન, તેમને થઈ શકે છે આ સ્વાસ્થ્ય સમસ્યા

‘મલખાન’ બાદ આ એક્ટરનું હાર્ટ એટેકથી થયું મોત
જો તમે વિચારી રહ્યા છો કે અમે અહીં કયા એક્ટર વિશે વાત કરી રહ્યા છે તો આવો ડીટેલમાં જાણીએ. થોડીવાર પહેલાં જ સમાચાર સામે આવ્યા છે કે ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશી (Siddhaanth Vir Surryavanshi) નું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ એક્ટરને ઘણા મોટા ટીવી શોમાં જોવા મળ્યા છે અને તેમની ઉંમર ખૂબ જ નાની છે.

TV ઇંડસ્ટ્રીને લાગ્યો મોટો આંચકો!
તમને જણાવી દઇએ સિદ્ધાંત વીર સૂર્યવંશી (Siddhannth Vir Surryavanshi), જેમનું નામ પહેલાં આનંદ વીર સૂર્યવંશી (Siddhannth Vir Surryavanshi) હતું. તે ફક્ત 46 વર્ષના હતા અને મુંબઇમાં જ રહેતા હતા. સિદ્ધાંત કસોટી જીંદગી કી (Kasautii Zindagii Kay) અને (Mamta) જેવી ઘણી સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે. રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાંત જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થયું.

સિદ્ધાંતે 2017 માં બીજીવાર લગ્ન કર્યા હતા, 2020-2021 માં તેમ્ણે ‘ક્યો રિશ્તોં મે કટ્ટી-બટ્ટી’ (Kyun Rishton mein Katti Batti) સીરિયલમાં લીડ રોલ ભજવ્યો હતો અને 2022 માં તેમને ‘જિદ્દી દિલ માને ના’ (Ziddi Dil Maane Na) સીરિયલમાં છેલ્લીવાર જોવા મળ્યા હતા.
ભારતીયોને અમેરિકાના વિઝા આસાનીથી મળશે, ઈન્ટરવ્યુ આપવાની જરૂર નથી!

Leave a Reply

Your email address will not be published.