શૂટિંગ પર જતાં પહેલાં અનુજ કાપડિયાને તેની પત્ની માટે કરવું પડે છે આ કામ, વીડિયો આપે છે આ વાતની સાબિતી….

Story

સિરિયલ ‘અનુપમા’માં અનુજ કાપડિયાની ભૂમિકા ભજવનાર ગૌરવ ખન્નાની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે અનુજ કાપડિયા શૂટિંગ પર જતા પહેલા તેની પત્નીને મનાવે છે. અને તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અનુજ કાપડિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અનુજ કાપડિયા તેની પત્ની આકાંક્ષા ખન્નાની સંભાળ લેતા જોવા મળે છે.

આ વીડિયો અનુજ કાપડિયાએ પોતે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોશો કે ગૌરવ ખન્ના તેમની પત્ની આકાંક્ષા માટે ખાવાની વસ્તુઓ લાવી રહ્યો છે અને બેડ પર આપી રહ્યો છે. વીડિયોમાં આકાંક્ષા બેડ પર બેઠી છે. અને ગૌરવ ખન્ના આકાંક્ષાને કહે છે કે હું અત્યારે શૂટિંગ પર જાઉં છું. ગૌરવ આટલું કહેતા જ આકાંક્ષા ખન્ના તેમને શૂટિંગ પર જવાની ના પડે છે.

અને પછી ગૌરવ ખન્ના આકાંક્ષા સામે બર્ગર મૂકે છે અને કહે છે કે ‘સાંભળો, મને બિનજરૂરી ફોન ના કરતા આ પછી તે ફ્રેન્ચ ફ્રાઈસ રાખે છે અને કહે છે કે ‘મને વાત કર્યા વિના મેસેજ કરશો નહીં.’ આ પછી ગૌરવ ખન્ના એક મોટી ટ્રે લાવે છે જેમાં ખાવા-પીવાની ઘણી વસ્તુઓ છે. તેને બેડ પર મૂકીને ગૌરવ ખન્ના કહે છે કે ‘આ બધાથી પહેલા શૂટની વચ્ચે ફાલતુ વીડિયો કૉલ્સ પણ ના કરતા.

આ વીડિયોને શેર કરતાં ગૌરવ ખન્નાએ એક ફની કેપ્શન લખ્યું છે. કે ક્યાં-ક્યાં કર્ણ પડતા હે … યે ભી કોઈ બાત હૈ.

ટેલી ચક્કરના અહેવાલ મુજબ ‘વેલેન્ટાઈન ડે’ના અવસર પર બાપુજી પરિવારને કહે છે કે અનુજ અને અનુપમા ટૂંક સમયમાં તેમનો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે. બીજી તરફ, અનુજે ધંધો તો આપી દીધો પરંતુ તેના તમામ ભાગીદારોને સાથે લઈ ગયા. જ્યારે તે હસમુખ, સમર, કિંજલ, અનુજ અને અનુપમાને નાચતા અને ગાતા જુએ છે ત્યારે તે ચોંકી જાય છે. વેલેન્ટાઈન ડેના અવસર પર અનુજ અને અનુપમા રોમેન્ટિક થાય છે. અનુપમા વિચારે છે કે તે આજે અનુજને પોતાના દિલની વાત કહી દેશે. પરંતુ તે કહી શક્તિ નથી અને ચૂપ થાય જાય છે.

Leave a Reply

Your email address will not be published.