‘અનુપમા’નો અનુજ આ મહિલા સાથે થયો રોમેન્ટિક અને સ્વિમિંગ પુલમાં પાણીની અંદર કરી જોરદાર ‘કિસ’.

Story

ટીવી શો ‘અનુપમા’થી ઘર-ઘરમાં નામ બનાવનાર અભિનેત્રી અનુજ એટલે કે ગૌરવ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે એક એવો વીડિયો શેર કર્યો છે જેને જોઈને લોકોના શ્વાસ અટવાઈ ગયા છે. તે પાણીની અંદર એક મહિલાને કિસ કરતો જોવા મળી રહ્યો છે અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નાના પડદાના જાણીતા એક્ટર ગૌરવ ખન્ના દરરોજ હેડલાઇન્સમાં રહે છે. અભિનેતા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની અને તેની પત્નીની તસવીરો અને વીડિયો શેર કરતો રહે છે, જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. તાજેતરમાં જ ગૌરવ ખન્નાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોતાનો અને પત્ની આકાંક્ષા ખન્નાનો એક એવો વીડિયો શેર કર્યો છે જે તેના ચાહકોનું દિલ જીતી રહ્યો છે. વેલેન્ટાઈન ડે પહેલા, ગૌરવ અને તેની પત્ની આકાંક્ષા ખન્ના પ્રેમના ઊંડાણમાં ડૂબી ગયા છે. ગૌરવ ખન્નાએ શેર કરેલા વીડિયોમાં તે પોતાની પત્નીને પાણીની અંદર કિસ કરતો જોવા મળી રહ્યો છે.

3 જાન્યુઆરીએ, દરેક વ્યક્તિ કિસ ડેની ઉજવણી કરે છે જે વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે ગૌરવ ખન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો અને તેની પત્નીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પાણીની અંદર કિસ કરતો જોવા મળી રહ્યો છે. ગૌરવ ખન્ના અને આકાંક્ષા ખન્નાનો આ વીડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગૌરવ અને આકાંક્ષા પૂલની નજીક આવે છે અને એકબીજાને કિસ કરવા લાગે છે. ત્યારબાદ બંને કિસ કરતી વખતે સ્વિમિંગ પૂલમાં પડી જાય છે અને પાણીની અંદર કિસ કરે છે.

ગૌરવ ખન્ના અને આકાંક્ષા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ થાય ગયા છે અને દરરોજ તેમના ફેન્સ સાથે તેમાં ફોટાઓ અને વીડિયો શેર કરે છે. ગૌરવ ખન્ના ટીવીનો સૌથી પ્રિય અને લોકપ્રિય અભિનેતા છે. અનુપમા ટીવી સિરિયલમાં તેનું પાત્ર અનુજ કાપડિયા લોકોના દિલ જીતી રહ્યું છે. અનુપમા ટીવી સિરિયલમાં વેલેન્ટાઈન ડેનો સ્પેશિયલ એપિસોડ જોવા મળશે જેમાં અનુપમા અને અનુજ એકબીજા સાથે રોમેન્ટિક પળો શેર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *