અનુપમા સીરિયલમાં આ દમદાર અભિનેતાની થવાની છે એન્ટ્રી, વનરાજને લાગશે આંચકો!

Bollywood

ટીવી સીરિયલ અનુપમા આજકાલ ખોટા કારણસર પણ ચર્ચામાં છે. આ સીરિયલના લીડ કલાકારો સુધાંશુ પાંડે અને રૂપાલી ગાંગુલી વચ્ચે કોલ્ડવોરના સમાચારો સામે આવી રહ્યા છે. આ વાતોથી અલગ એકબાજુ સીરિયલના મેકર્સ વાર્તા પર ખુબ મહેનત કરી રહ્યા છે. આવનારા દિવસોમાં તમને અનુપમામાં મોટા ફેરફાર જોવા મળવાના છે.

બોલીવુડના રિપોર્ટ મુજબ અનુપમાના અપકમિંગ એપિસોડ્સમાં તમને એક નહીં પણ કુલ 5 ટ્વિસ્ટ જોવા મળશે.

શાહ હાઉસથી ગીતાનું પત્તું કપાશે:- અનુપમા જલદી શાહ હાઉસથી ગીતાને બહાર ફેંકશે. અપકમિંગ એપિસોડમાં ગીતા બા અને અનુપમા સાથે ગેરવર્તણૂંક કરશે. ત્યારબાદ અનુપમા અને વનરાજ મળીને નિર્ણય લેશે કે હવે ગીતા શાહ હાઉસમાં નહીં રહે. કાવ્યા મોઢું તાંકતી રહી જશે.

અનુપમા ડાન્સ એકેડેમી શરૂ કરશે:- જલદી અનુપમાનું પણ સપનું પૂરું થશે. સમર અને નંદિનીની મદદથી અનુપમા પોતાની ડાન્સ એકેડેમી પણ ખોલી લેશે. અનુપમાના સપના પૂરા થતા જોઈને કાવ્યા બળીને ખાખ થઈ જશે.

બા-બાપુજીને ઘરમાંથી બહાર કાઢશે કાવ્યા:- બહુ જલદી કાવ્યા શાહ હાઉસ પર કબજો જમાવી લેશે. એકબાજુ કાવ્યા અનુપમાને મજા ચખાડવા પર ઉતરી છે અને બીજી બાજુ તેને પોતાના સાસુ સસરા સામે પણ સમસ્યા છે. કાવ્યા જલદી શાહ હાઉસથી એક એક કરીને બધાને બહાર કરવાની છે.

રામ કપૂરની થશે ધાંસૂ એન્ટ્રી:- લોકડાઉનના કારણે અનુપમા સીરિયલમાં રામ કપૂરની એન્ટ્રી થઈ શકી નહતી. રામ કપૂર આ શોમાં અનુપમાના બાળપણના મિત્ર તરીકે એન્ટ્રી કરશે. રામ કપૂરના પાત્રની એન્ટ્રીથી અનુપમાને હિંમત મળશે અને તે પોતાના સપનાની ઊંચી ઉડાણ ખુશી ખુશી ભરી શકશે.

વનરાજને પોતાનો કરશે કાવ્યા:- ગીતા કાવ્યાના કાનમાં એક વાત નાખી દેશે કે જો તે વનરાજને પોતાનો બનાવી લેશે તો આખું ઘર તેના ઈશારે નાચશે. કાવ્યા વનરાજ સાથે નીકટતા કેળવવાની પૂરેપૂરી કોશિશ કરશે. હવે જોવાનું એ રહેશે કે આ ટ્વિસ્ટ સાથે અનુપમા કહાની કઈ બાજુ વળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *