અનુપમા સિરિયલમાં આવશે જબદસ્ત વળાંક: અનુપમા કરશે એવું કામ…વિચાર્યું પણ નહીં હોય..

News

રૂપાલી ગાંગુલી સ્ટારર ટીવી સિરિયલ અનુપમામાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. હાલમાં જ દેખાડવામાં આવ્યું હતું કે અનુપમા અને વનરાજે ફેક્ટરીની જમીન માટે 20 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવાનો છે. અનુપમાની સાથે સાથે આખો પરિવાર ખુબ જ પરેશાન છે કે આખરે આટલા રૂપિયા આવશે ક્યાંથી?

હવે મેકર્સે આ સિરિયલનો એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં અનુપમા પોતાના ઘરેણા ધ્યાનથી જુએ છે અને તેને પેક કરી રહી છે. આવનારા દિવસોમાં લાગે છે કે અનુપમા જ તેના પરિવારની સૌથી મોટી ચિંતા દૂર કરશે.

આ સિવાય પણ આવનારા એપિસોડમાં ઘણો ડ્રામા જોવા મળશે. શોમાં બાળકો જ અનુપમાની વિરુદ્ધમાં જતા જોવા મળશે. જ્યારે વનરાજ અને કાવ્યા વચ્ચે પણ ચકમક થશે. પુત્રી પાખી વારંવાર અનુપમાને દરેક વાત માટે જવાબદાર ઠેરવશે.

બધી વાતો સાંભળીને અનુપમા તૂટી જશે. આ બાજુ પારિતોષ ઘરમાં પાખીનું વલણ જોઈને ગુસ્સેથી કાળઝાળ થઈ જશે. રોજ રોજની લડાઈ જોઈને તેનો ઘરમાં દમ ઘૂટશે.

જેના કારણે અનુપમા તેને ઘર છોડીને પેન્ટ હાઉસમાં જતા રહેવાનું કહેશે. આ બધા ડ્રામા વચ્ચે હવે જોવાનું એ રહેશે કે પરિવારમાં ચાલી રહેલા ઘમાસાણને અનુપમા કેવી રીતે શાંત કરશે અને 20 લાખનો ટેક્સ ચૂકવી કેવી રીતે પરિવાર પરથી સૌથી મોટું સંકટ ટાળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *