અનુપમા: વનરાજની સામે આવી કાવ્યાની એવી સચ્ચાઈ કે, ઉડી જશે બધા ના હોશ…

Bollywood

સીરિયલ અનુપમાના આગામી એપિસોડમાં જબરજસ્ત ધમાકો થવાનો છે. શોમાં જોવા મળશે કે ઓફિસમાં કિંજલના જે બોસ છે, તે કિંજલને કોઈને કોઈ ઓફિસને લગતી જાણકારી-માહિતી આપતા રહે છે. ત્યારે સીરિયલમાં જોવા મળશે કે બોસની પત્નીની તબિયત ખરાબ થતા કિંજલે આખી ઓફિસને સરસ રીતે હેન્ડલ કરી. પરંતુ બોસને જલ્દી જ ખબર પડી જશે કે કિંજલની ટીમમાં જે કાવ્યા મેડમ છે, જે વર્ષોથી કંપનીમાં કામ કરી રહી છે તે કિંજલની પોઝિશન પચાવી પાડવા માટે ઓફિસમાં કેટલીક સાજિશ એટલે કે ષડયંત્ર રચી રહી છે.

કાવ્યા આ પ્રકારની હરકત વનરાજ સાથે કરી ચૂકી છે. વનરાજ જ્યારે ઘરનાં કેટલાક ઈશ્યૂનાં કારણે ઓફિસ જોઈન કરી શક્યો ન હતો ત્યારે, કાવ્યાએ વનરાજનાં ફેવરમાં એક શબ્દ પણ કહ્યો ન હતો. ઉપરથી બોસ એટલે કે મિસ્ટર ઢોલકિયાને એમ કહ્યું હતું કે, જો તમે વનરાજને ઓફિસમાંથી કાઢી મૂકવા માગો છો, તો કાઢી શકો છો.’

એટલે અહીં અત્યાર સુધી જે કાવ્યા વનરાજની સપોર્ટ સિસ્ટમ બની રહીને બધાની સામે આવતી હતી. તેની સચ્ચાઈ પરથી પડદો ઉઠી જશે. ઓફિસના બોસ વનરાજને ફોન કરીને ભૂતકાળમાં કાવ્યાએ તેની સાથે જે કર્યુ તે જણાવશે. સાથે જ એલર્ટ પણ કરશે કે હવે કાવ્યાના નિશાને છે કિંજલ. કિંજલની પોઝિશન પચાવી પાડવા માટે કાવ્યા ઓફિસમાં ષડયંત્ર રચી રહી છે.

સીરિયલ અનુપમામાં કાવ્યાને નોકરી પરથી કાઢી મૂકવામાં આવશે. હવે કાવ્યા પોતાની નોકરીમાંથી હાથ ધોઈ બેસશે. અહીંથી જ શોની સ્ટોરીમાં નવો વળાંક જોવા મળશે. અપકમિંગ ટ્રેકમાં જોવા મળશે કે, નોકરી ગુમાવી બેસેલી કાવ્યાને સહારો આપવા, તેના ઘાવ પર મલમ લગાવવા માટે તેનો એક્સ પતિ અનિરુદ્ધ શાહ હાઉસ પહોંચી જશે.

આગળનાં ટ્રેકમાં કાવ્યા પરેશાન જોવા મળશે. તેનો સહારો બનવા માટે અનિરુદ્ધ શાહ હાઉસમાં આવશે. અહીં અનિરુદ્ધ કાવ્યાને દિલાસો આપશે અને કહેશે કે ‘ક્યારેય પણ કોઈ વસ્તુની જરૂર પડે તો ચોક્કસથી જણાવજે. હું તારી સાથે છું, તારી પાસે છું’. અનિરુદ્ધ પ્રેમથી કાવ્યાનો હાથ પકડીને તેને દિલાસો આપશે. અનિરુદ્ધનો કાવ્યા પ્રત્યેનો પ્રેમ શાહ પરિવારથી છુપો નથી રહેતો. ટીવી શોમાં બા એટલે કે લીલાને અનિરુદ્ધ અને કાવ્યાનું આ પ્રકારે મળવુ બિલકુલ પસંદ નથી જેને લઈને અપકમિંગ એપિસોડમાં નવી બબાલ મચી જશે.

સ્ટાર પ્લસની ટીવી સીરિયલ ‘અનુપમા’ના અપકમિંગ ટ્રેકમાં જબરજસ્ત ટ્વીસ્ટ જોવા મળવાના છે. સૌથી મોટી વાત કે, સીરિયલમાં બે વર્ષની લીપ આવશે. બે વર્ષ બાદ વનરાજ કાવ્યા સાથે નહીં પરંતુ અનુપમા સાથે હસતો, ખુશ રહેતો નજરે પડશે. અહીંથી સીરિયલ અનુપમાની સ્ટોરી બદલાતી જોવા મળશે. કારણકે, અનુરાજ એકસાથે હશે.

અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે વનરાજ કાવ્યામાં નહીં પરંતુ અનુપમામાં પોતાની ખુશી શોધવાનો પ્રયાસ કરશે. વનરાજ કાવ્યાને ઈગ્નોર કરીને અનુપમા સાથે સમય વિતાવતો નજરે પડશે, અનુપમા સાથે હસસે-ખુશ રહેશે. અનુપમા સાથે ઘર-પરિવારની વાતો કરશે. વનરાજ કાવ્યાની સાથે રૂમમાં બેચેનીનો અનુભવ કરશે. અહીંથી સીરિયલ ‘અનુપમા’માંની સ્ટોરીમાં વળાંક આવશે. અપકમિંગ ટ્રેકમાં વનરાજ અને કાવ્યાના સંબંધમાં તિરાડ પડવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *