શું તમે જાણો છો કે કપિલના શોમાં જજની ખુરશી પર બેસવા માટે અર્ચના પૂરણ સિંહ કેટલા પૈસા લે છે? કપિલ શર્માના શોમાં માત્ર હા…હા…હા… કરીને હસવા માટે માટે અર્ચના પૂરણ સિંહને મળે છે તગડી રકમ. એક એપિસોડની ફી સાંભળીને જ આવી જશે ચક્કર.
કપિલ શર્મા શો ખુબ જ પ્રખ્યાત છે. તેમાં અનેક કલાકારો કામ કરે છે. અને તેઓ એવા જોક્સ મારતા હોય છે કે અને તેના પર અર્ચના પૂરણ સિંહ જોરદાર ઠહાકા લગાવીને હસતી હોય છે. તેના આવા અનોખા હાસ્ય પર પણ કપિલ તેની મજાક ઉડાવતો હોય છે. પણ અર્ચનાને એનાથી કોઈ વાંધો નથી. કારણકે દરેક એપિસોડના તેના ખાતામાં જમા થાય છે અધધ રૂપિયા.
અહેવાલો અનુસાર વર્ષ 2021 માં અર્ચના પુરણ સિંહની નેટ વર્થ કુલ સંપત્તિ 220 કરોડ છે. આ સાથે મુંબઈના મડ આઇલેન્ડમાં અર્ચનાનો એક ભવ્ય બંગલો પણ છે. નોંધનીય છે કે અર્ચનાએ 1993 માં ઝી ટીવી શો વાહ ક્યા સીન હૈ સાથે ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમનો શો તે વર્ષે સુપરહિટ શો સાબિત થયો હતો, ત્યારબાદ તેણે જાને ભી દો પારો, શ્રીમાન-શ્રીમતી શો પણ કર્યો.
ધ કપિલ શર્મા શોમાં જોવા મળતી અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ આ શોમાં તેના હાસ્ય માટે ખૂબ પ્રખ્યાત છે. આ શોમાં અર્ચના ઉપર ઘણા જોક્સ બોલવામાં આવે છે, ત્યારે પણ તે ખૂબ જોરથી હસતી અને હસાવતી જોવા મળે છે. આ શોમાં નવજોત સિંહ સિધ્ધુ જજની ખુરશી પર બેસતા હતા, પરંતુ હવે તેમની જગ્યાએ ફિલ્મ અને ટીવી જગતની પ્રખ્યાત અર્ચના પૂરણ સિંહ જોવા મળે છે.
શું તમે જાણો છો કે કપિલના શોમાં જજની ખુરશી પર બેસવા માટે અર્ચના પૂરણ સિંહ કેટલા પૈસા લે છે? જો તમને આ ખબર પડશે તો તમને પણ આશ્ચર્ય થશે. હા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને એક એપિસોડમાં હાં…હાં…હાં… કરીને હસવા માટે 10 લાખ રૂપિયા મળે છે. જી હા અર્ચના આટલી મોટી રકમ લે છે. એટલું જ નહીં શોમાં કામ કરનાર દરેક એક્ટર ઘણી ફી લે છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.