અંધારામાં રહેતું હતું આખુ ગામ, ગામના લોકોએ બનાવી લીધો પોતાનો સુર્ય, દરરોજ 6 કલાક રહે છે અજવાળું…

Technology

પૃથ્વીના કેટલાક ભાગ એવા છે જ્યાં સૂર્યનો પ્રકાશ પણ પહોંચતો નથી. તેમાંથી એક ઇટાલીની વિગાલેના છે. આ ગામમાં સૂર્ય ઉગતો નથી. જ્યારે ગામમાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી ત્યારે લોકોએ પોતાનો કૃત્રિમ સૂર્ય બનાવ્યો છે.

ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલા હોવાને કારણે સૂર્યપ્રકાશ વિગલેના ગામ સુધી પહોંચતો નથી. ગામ મિલાનના ઉત્તરીય ભાગથી 130 કિમી નીચે આવેલું છે. અહીં લગભગ 200 લોકો રહે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યપ્રકાશનું એક પણ કિરણ અહીં પહોંચતું નથી.

આ જોઈને ગામના એક આર્કિટેક્ટએ ઈજનેર સાથીની મદદથી ઉકેલ શોધવાનો પ્રયાસ શરૂ કર્યો. ગામના મેયરનો પણ સહયોગ મળ્યો અને વર્ષ 2006 માં અહીં કૃત્રિમ સૂર્ય તૈયાર થયો.

આર્કિટેક્ટે કૃત્રિમ સૂર્ય માટે 1 લાખ યુરો ખર્ચ્યા. કાચનું વજન 1.1 ટન છે. તે કોમ્પ્યુટર દ્વારા ચાલે છે. 40 ચોરસ કિલોમીટરનો અરીસો પર્વતની ટોચ પર સ્થાપિત કરવામાં આવ્યો હતો. અને તેને સુર્ય તરફ રાખવામાં આવ્યો અને એવી રીતે ગોઠવામાં આવ્યો કે તેનો સૂર્યપ્રકાશ અરીસા પર પડે અને કાચ દ્વારા તેનું પ્રતિબિંબ ગામ પર પડે.

આવી ગોઠવણ કરવાથી સુર્યનો પ્રકાશ ગામમાં પહોંચવા લાગ્યો. આ કારણે, દિવસના 6 કલાક જેટલો સમય આ ગામમાં અજવાળું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *