છોકરીઓ અહીં આવે છે અને તેની અંડરગાર્મેન્ટ્સ ઉતારીને દોરી પર લટકાવી દે છે, જાણો શું છે કારણ?

ajab gajab

દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ પોતાની બ્રા ઉતારીને તાર ફીનીસીંગના તાર પર લટકાવી દે છે. આ તાર ફીનીસીંગના તાર પર હજારો બ્રા એકસાથે લટકતી જોવા મળે છે. તમે પણ કદાચ આવી કોઈ તસવીર ઈન્ટરનેટ પર જોઈ હશે. જેના પર અનેક બ્રા લટકેલી જોવા મળે છે. આખરે આ મામલો શું છે તે જાણીએ.

આ સ્થળ ન્યુઝીલેન્ડમાં છે
આ જગ્યા ન્યૂઝીલેન્ડના કારડોનામાં છે. તે ત્યાંની મહિલાઓના અન્ડરવેર માટે આખી દુનિયામાં જાણીતી છે. તે દેશના મુખ્ય પ્રવાસન સ્થળોમાંનું એક છે. જો કોઈ અહીંથી પસાર થાય તો અહીં જરૂર આવે છે. અહીં આવનારી મહિલાઓ પોતાના બ્રા કાઢીને લટકાવીને જતી રહે છે. અત્રે જણાવવાનું કે આ અંગે અનેક કહાનીઓ પ્રચલિત છે.

તે ક્યારે શરૂ થયું
ન્યુઝીલેન્ડની એક વેબસાઈટ અનુસાર, ક્રિસમસ 1998 અને નવા વર્ષ 1999 વચ્ચે અહીં ચાર બ્રા જોવા મળી હતી. આ પછી આ જગ્યા વિશે ઘણી બધી ચર્ચા થઈ હતી. ત્યારપછી ફેબ્રુઆરી 2019માં અહીં બ્રાની સંખ્યા સતત વધતી ગઈ. મહિનાની અંદર તો 60થી વધુ બ્રા અહીં લટકાવવામાં આવી હતી. ત્યારબાદ તો હજારોની સંખ્યામાં અહીં બ્રા લટકતી જોવા મળી.

સ્તન કેન્સર જાગૃતિ
આઝાદીના પ્રતીક તરીકે મહિલાઓ આવું કરે છે એવું ત્યાંના લોકો દ્વારા કહેવામાં આવે છે. તેઓ સ્તન કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે પણ આવું કરે છે. સ્તન કેન્સર માટે પણ અહીં દાન લેવામાં આવે છે. આ ડોનેશનને બ્રેસ્ટ કેન્સર વેલફેર માટે ઉપયોગમાં લેવાય છે. આ જગ્યાના માલિક પણ બ્રેસ્ટ કેન્સરની જાગૃતતા માટે કામ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે જે મહિલાઓ પોતાની બ્રા અહીં લટકાવે છે તેમને પણ તેમનો મનપસંદ જીવન સાથી મળે છે. આ કારણસર પણ અનેક મહિલાઓ અહીં બ્રા લટકાવે છે.

Leave a Reply

Your email address will not be published.