ફૂલ સ્પીડે આવતી કારે ડિવાઈડર કૂદાવી સામેથી આવતા વાહનોને લીધા ઝપેટમાં, ઢીલા દિલવાળા ના જુએ આ વિડીયો…

Uncategorized

કર્ણાટકના મેંગલોરમાં પૂરપાટ ઝડપે આવતી બીએમડબલ્યુ કારે હાહાકાર મચાવી દીધો. આ રોડ અકસ્માતનો ડરામણો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત 9 એપ્રિલનો હોવાનું કહેવાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો હાલ સારવાર હેઠળ છે. પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.

રિપોર્ટ્સ મુજબ આ ઘટના મેંગલોરના બલ્લાલબાગ ચાર રસ્તાએ 9મીના રોજ બપોરે 1.20ની છે. અકસ્માતનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી બેકાબૂ BMW કાર પોતાની લેનમાંથી ડિવાઈડર કૂદાવીને ઓપોઝિટ લેનમાં ઘૂસી જાય છે અને સીધી સ્કૂટી પર સવાર મહિલાને ઝપેટમાં લઈ લે છે. કારની જોરદાર ટક્કરથી સ્કૂટી સવાર મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે.

બીએમડબલ્યુ કારની ટક્કરમાં ઝપેટમાં આવી ગયેલા બીજા વાહનોના ડ્રાઈવર અને સ્કૂટી સવાર મહિલા હાલ સારવાર હેઠળ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ એક અન્ય મહિલા, જે રસ્તો ક્રોસ કરવા માટે ડિવાઈડર નજીક ઊભી હતી, તે બીએમડબલ્યુ કારની ઝપેટમાં આવી ગઈ અને મોતના મોઢામાં ધકેલાઈ ગઈ. જો કે મહિલા બચી ગઈ.

પોલીસના જણાવ્યાં મુજબ બીએમડબલ્યુ કારના ડ્રાઈવરની ઓળખ મન્નાગુડ્ડાના શ્રવણકુમાર (30) તરીકે થઈ છે. શ્રવણ ડેરેબેલમાં ઈન્ટીરિયર ડેકોરેશનનો વેપાર કરે છે. અકસ્માત બાદ તરત ત્યાં હાજર લોકોએ બીએમડબલ્યુના ડ્રાઈવરને દબોચી લીધો અને મારવા લાગ્યા હતા. આરોપ છે કે અકસ્માત સમયે BMW નો ડ્રાઈવર દારૂના નશામાં હતો. પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.