ગુજરાતનું ગૌરવ: માત્ર 13 વર્ષની ઉંમરે કર્યા પોતાના નામે 3 વર્લ્ડ રેકોર્ડ અને….

Story

દુનિયા માં ઘણા પ્રકાર ના વર્લ્ડ રેકોર્ડ બન્યા છે, જેમાં ઘણા રેકોર્ડ તો ભારતીયો ના નામે પણ છે અને તેઓનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ આવ્યું છે. જેથી તેઓ ભારત નું અને પોતાના ઘર નું નામ પણ રોશન કરતા હોય છે. ત્યારે હમણાં ના મળતા સમાચારો અનુસાર ગુજરાત માં આવેલ જામનગર જિલ્લા માં એક બિઝનેસમેન ના 13 વર્ષ ના છોકરાએ 28 મિનિટ 9 સેકન્ડ માં 30 થી વધુ ડ્રમ બીટ વગાડી ને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તો આવો જાણીએ એ છોકરા વિશે.

આ 13 વર્ષ નો છોકરો જામનગર માં રહેતા અલ્પેશ ભરતભાઇ ચાંદ્રા નો છે જેનું નામ રાઘવ અલ્પેશભાઈ ચાંદ્રા છે. જેણે ફક્ત 28 મિનિટ અને 9 સેકન્ડમાં30 થી વધુ ડ્રમ બીટ વગાડી વર્લ્ડ રેકોર્ડ ટીમની નિગરાની હેઠળ પૂરો કરી નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.આ અંગે રાઘવે જણાવ્યું હતું કે સંગીતની પ્રેરણા અને પ્રોત્સાહન તેના માતા-પિતા અને પરિવાર દ્વારા મળી છે. બેંગ્લોરની સરલા બિરલા ઇન્સ્ટિટયૂટમાં પણ ડબલ ઇન્સ્ટ્રુમેન્ટ કોંગો અને પરકશન વગાડી બેસ્ટ યંગેસ્ટ માસ્ટર તરીકે સ્થાન મેળવ્યું હતું.

જામનગરના ઓટો ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા અતુલ ગ્રુપના બિઝનેસ મેન અલ્પેશ ભરતભાઈ ચાંદ્રા અને આર્ટસ પેન્ટિંગ અને હિલિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા એવા હેતલબેન ના પુત્ર રાઘવ પાંચ વર્ષનો હતો ત્યારથી જ તેને મ્યુઝિક પ્રત્યેનો લગાવ હતો જે વાત તેના માતા પિતા પારખી ગયેલા અને તે વાતને ધ્યાનમાં રાખી તેના મ્યુઝિક શોખને ભવિષ્યમાં એક ગોલ બની રહે તેવા આશય થી મ્યુઝિક ક્લાસ ચલાવતા ટીચર નિશા બથીયા ની દેખરેખ હેઠળ ટ્રેનિંગ શરૂ કરાવેલ હતી પરિણામ સ્વરૂપ 27 નવેમ્બર ના રોજ ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ટીમની નિગરાની હેઠળ 30 મિનિટ ના ટાર્ગેટ ને મલ્ટી ડ્રમ બીટ વગાડી ફક્ત 28 મિનિટ 9 સેકન્ડ માં પૂરું કરી લેતા તેને નવો યંગેસ્ટ ડ્રમર તરીકે વર્લ્ડ રેકોર્ડ સર્જીયો.

તમને જણાવી દઈએ કે રાઘવે ત્રણ ત્રણ સિદ્ધિઓ હાંસલ કરી છે જેમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ઈન્ડિયા દ્વારા યંગેસ્ટ ડ્રમર તરીકે, ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લોન્ગેએસ્ટ ડ્રમમર તરીકે – 30 મિનિટમાં અલગ-અલગ ત્રીસ ડ્રમ બીટસ સાથે નો રેકોર્ડ 28 મીનીટ 9 સેકન્ડમાં પૂરો કર્યો, અને ત્રીજો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુનાઇટેડ કિંગડમમાં સ્થાન મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *