એક સમયે ચાલતા ચાલતા વહેચતા રોજની પચાસ રૂપિયાની શીંગ અને આજે તેની મહેનતથી કરે છે કરોડો રૂપિયાનો વેપાર.

Story

દરેક લોકોએ તેમના જીવનમાં ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કર્યો જ હોય છે અને તેના પછી જીવનમાં સફળતા પણ મેળવી જ હોય છે. આજે એક એવા જ વ્યક્તિના જીવનની સફળતા વિષે જાણીએ જેમાં આ વ્યક્તિએ તેમના જીવનમાં ઘણી મોટી મોટી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે.

આજે તે એક સારા સ્થાન સુધી પહોંચ્યા છે. આ વ્યક્તિ એટલે સિકંદર સીંગના માલિકની છે.આ સીંગ સુરેન્દ્રનગરની છે અને તે ખુબ જ પ્રખ્યાત છે, આ લાખાણી પરિવાર એક સમયે દિવસની પચાસ જ રૂપિયાની સીંગ વેચતો હતો અને આજે તેમની પાસે કરોડોનું સામ્રાજ્ય છે.તેની પાછળ પણ એક કહાની છે જે સાંભળીને તમને ખુબ જ મઝા આવશે. આ પરિવાર મૂળ ખેરાળી ગામના છે અને ૧૩ વર્ષની ઉંમરથી આ સીંગનો ધંધો ચાલુ કરનાર અકબર અલી છે.

તેઓએ ૧૯૪૯ માં આ સીંગ વેચવાણનું કામ ચાલુ કર્યું હતું, તેઓ પહેલા રોજનું સાત કિલોમીટર ચાલીને સુરેન્દ્રનગરની શેરીએ શેરીએ ચીક્કી અને સીંગ વેંચતા હતા. આમ અકબર અલીએ સતત દસ વર્ષ સુધી આમ કામ ચાલુ રાખ્યું હતું.

થોડા વર્ષ પછી તેઓ આખા પરિવાર સાથે સુરેન્દ્રનગર રહેવા આવી ગયા હતા અને એક લારી ચાલુ કરી અને તેમાં સારું કામ થવા લાગ્યું એટલે દુકાન લીધી અને ચીક્કી અને સીંગ વેચવાનું ચાલુ રાખ્યું હતું.વર્ષ ૧૯૬૯ માં સિકંદર સીંગ નામથી આ ધંધો ચાલુ કર્યો હતો, ધીમે ધીમે તેમનું કામ વધતું ગયું એટલે ૧૯૯૧ માં એક મોટી જગ્યા લઈને ત્યાં આ સિંગને બનાવવાનું કામ ચાલુ કર્યું હતું.

અકબરઅલીની સાથે સાથે તેમના બંને દીકરાઓએ પિતાને સાથ આપ્યો અને ધીમે ધીમે કેટલીય નવી નવી વસ્તુઓ લાવી દીધી અને એવામાં મોટા ભાઈનું અવસાન થયું અને તેના પછી વર્ષ ૨૦૧૯ માં અકબરભાઈનું મૃત્યુ થઇ ગયું એટલે તેમનો નાનો દીકરો આજે આ કામ સાંભળી રહ્યો છે, સિંકદર સીંગ આજે કરોડોનો ધંધો કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *