60 વર્ષની ઉંમરે રોજીરોટી કમાતો મજુર રાતોરાત બની ગયો મોડલ અને સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ..

Story

એક મજૂરી કરતો મજૂરની ઉંમર 60 વર્ષ છે. આ મજૂરનું નામ મમીક્કા છે. તેના એક અસાઇનમેન્ટના સંબંધમાં શારિક નામના ફોટોગ્રાફરની નજર કામ કરતા મજુર ઉપર પડે છે ફોટોગ્રાફરની આંધળી આંખ ઓળખે છે કે આ મજૂરમાં દક્ષિણના પ્રખ્યાત અભિનેતા વિનાયકની ઝલક છે. ત્યારે જ ફોટોગ્રાફર શારિક મમીક્કાને ફોટો લેવા માટે તૈયાર કરે છે.

જ્યારે ફોટોગ્રાફરની આંખોએ ઓળખી લીધું કે આ વ્યક્તિમાં શું છે ત્યારે આ દિશામાં સૌથી પહેલું કામ મમીક્કાના લૂકનું. ફોટોશૂટમાં મમીક્કાના ફોટાઓ માં સૂટ-બૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેની આંખો પર ચશ્મા છે. આ નવા કપડામાં તેનું વલણ પણ બિલકુલ અલગ દેખાઈ રહ્યું છે.આ ફોટા જોઈને તમે અંદાજ પણ નહીં લગાવી શકો કે તે કોણ છે. ચહેરાને બદલી નાખતા આ જાદુગરનું નામ શું છે? તે વિશે આપણે બધાએ જાણવાની જરૂર છે.

શારીકે સ્થાનિક ફર્મ માટે મમીક્કાને મોડેલ તરીકે રજૂ કર્યા હતો. શારિક એક સ્થાનિક ફર્મના ફોટોશૂટના પ્રમોશન માટે જવાબદાર હતો. આ શૂટ માટે ફોટોગ્રાફરે ખૂબ જ શોધખોળ કરીને કામ કર્યું અને એક એવી વ્યક્તિને લાવ્યો જેને આજ સુધી કોઈ જાણતું ન હતું. જેમાં તેમણે સૂટ પહેર્યો હતો અને હાથમાં આઈપેડ સાથે અદભૂત દેખાવ આપ્યો હતો. ફોટોગ્રાફર શારિક વાયલે આ રોજીંદી મજુરમાં મોડેલિંગની પ્રતિભા જોઈ. આ પહેલા પણ તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર મમીક્કાની એક તસવીર પોસ્ટ કરી હતી જે અભિનેતા વિનાયકન જેવી જ હતી તેથી તે ખૂબ જ વાયરલ થઈ હતી.

કોઝિકોડના લોકો મમીક્કાને તેની પહેરેલી લુંગી અને શર્ટમાં જોઈ રહ્યા છે. પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે અને તે તેના સુપર મોડેલિંગ ગ્લેમ મેકઓવરથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. જીવન એક બહુ લાંબી સફર છે અને આ સફર કોના જીવનમાં કયો વળાંક આવશે તે કોઈ નથી જાણતું. આ વાર્તા જોયા પછી આપણે સમજવું જોઈએ કે ઉંમર બીજું કંઈ નથી પરંતુ એક નંબરની રમત છે.

મમીક્કા તેની સફળતાથી ખૂબ જ ખુશ છે અને કહે છે કે જો તેને નોકરીની સાથે મોડલિંગની ઓફર મળશે તો તે મોડલિંગ પણ ચાલુ રાખશે. મમીક્કાનું હવે એક ઇન્સ્ટાગ્રામ પેજ છે જ્યાં તે તસવીરો શેર કરી રહ્યો છે. અને હવે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ કોઝિકોડના કોડિવલ્લી, વેન્નાક્કડમાં એક હીરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *